ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની જ્યુડિશિયલ કસ્ટડીમાં તબિયત બગડતા શકુંતલા વસાવા સિવિલ હોસ્પિટલમાં દાખલ
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને મળવા માટે આપ ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે મળવા આવ્યા
સિવિલ હોસ્પિટલમાં શકુંતલા વસાવા ને મળવા જતા ઈશુદાન ગઢવીને પોલીસ દ્વારા અટકાવવા માં આવ્યા
પોલીસ સાથે ઈશુદાન ગઢવીની રકઝક
રાજપીપલા, તા.7
ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની જ્યુડિશિયલ કસ્ટડીમાં તબિયત બગડતા શકુંતલા વસાવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જે અનુંસંધાન આજે શકુંતલા વસાવાને મળવા માટે આપ ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતાં.
સિવિલ હોસ્પિટલમાં શકુંતલા વસાવા ને મળવા જતા ઈશુદાન ગઢવીને પોલીસ દ્વારા અટકાવ્યાહતાં.પોલીસ સાથે ઈશુદાન ગઢવીની થોડી રકઝક બાદ ઈશુદાન ગઢવીશકુંતલા વસાવાનેમળ્યાં હતાં. અને ખબર અંતર પૂછી હતી.અને સાંત્વના આપી હતી.
ઈશુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુક સમય માં હાજર પણ થશે.
આ આદિવાસી સમાજ પર હુમલો છે.ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે
હું રાજકારણ માં રહી ડબલ રોલ માં આવી શકું છું ટાઇગર અભી ડરા નહિ એમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પર ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
ફરિયાદના આધારે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની અટકાયત કરવામાં આવી હતીશકુંતલા વસાવાને રાજપીપલા જ્યુડિશિયલ કસ્ટડી માં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો જ્યુડિશિયલ કસ્ટડી માં તબિયત બગડતા શકુંતલા વસાવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા,