આપ પાર્ટી અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બોગજ ગામે ખેડૂત ના કપાસના પાકને નુકશાન કરેલ ખેતરની મુલાકાત લીધી
ઘટના સ્થળે જઈ નુકશાનની માહિતી મેળવી અને જાત નિરીક્ષણ કર્યું
ખેડૂત પાસે સનદ હોવા છતાં આદિવાસી ગરીબ ખેડૂતનો કપાસ ઉભો પાક વન વિભાગે કાપી નાખ્યાંનો ઈસુદાનનો આક્ષેપ
તો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે જંગલની જમીન ખેડતા ખેડૂતની જમીન સનદ વાળી હોવાના દાવાને વન વિભાગે નકાર્યો
નર્મદા વન વિભાગે કરી લાલ આંખ
સાવધાન! સનદ કે પરવાનગી વગર ગેરકાયદેસર ખેડાણ કરનાર કે ગેરકાયદે દબાણ કરનારાઓ હવે ચેતે..
સનદ વગર કોઈ પણ વ્યક્તિ સરકારી જમીન માં ખેડાણ કરશે તો તેની ખેર નથી-વન વિભાગ
રાજપીપલા, તા 8
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ફુલસર રેંજના જારોલી બીટ માં ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણ નો મામલો સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે આ જમીન વન વિભાગ ની માલીકી ની કે ખેડુત ની સનદ વાળી કે સન સનદ વિનાની, જમીન ઉપર કરવામા આવેલ ખેડાણ અધિકૃત કે બિન અધિકૃત ?? એ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.
ત્યારે ગઈ કાલે આપ પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બોગજ ગામે ખેડૂત ના કપાસના પાકને નુકશાન કરેલ ખેતરની મુલાકાત લીધીહતી. અને ઘટના સ્થળે જઈ નુકશાનની માહિતી મેળવી અને જાત નિરીક્ષણ કર્યુંહતું.
ખેડૂત પાસે સનદ હોવા છતાં આદિવાસી ગરીબ ખેડૂતનો કપાસ ઉભો પાક વન વિભાગે કાપી નાખ્યાંનો ઈસુદાનનો આક્ષેપછે.અને જણાવ્યું હતું કે વન કર્મચારીઓ કોના ઈશારે કામ કરી રહ્યાં છે?એ કર્મચારીઓ ને ભોગવવાનું આવશે
ત્યારે નર્મદા જિલ્લાના નાયબ સંરક્ષક નીરજ કુમારે ડેડીયાપાડા તાલુકાના જે ખેડૂત ની જમીન ઉપર વન વિભાગ એ ખેડાણ દૂર કર્યું છે તે જમીન બિન અધિકૃત સનદ વિનાની હોવાનો દાવો કર્યોછે
ત્યારે સનદ વાળો મામલો પેચીદો બન્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે કોણ સાચું? આપ કે વન વિભાગ?
સનદમાં શું લખ્યું છે? શી વિગત છે એ કોઈ બતાવતું નથી. જાહેર કરે તો ખ્યાલ આવે એવો સવાલ પણ લોક ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર બનાવ ની વિગત જોતા ડેડીયાપાડા તાલુકા ના ફુલસર રેન્જ મા સમાવિષ્ટ જારોલી બીટમાં ખેડૂત દ્વારા જમીન ઉપર ખેડાણ કરાતા વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતના વાવેલા પાકને દૂર કર્યો હતો, જેથી આ મામલો ખૂબ જ બિચકયો હતો . ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ વન વિભાગના કર્મીઓ ને ધાક ધમકી આપી માર માર્યા હોવાની વાતો પ્રકાશમાં આવતા પોલીસ મથક માં ધારાસભ્ય ચેતર વસાવા સહિત કુલ ચાર ઈસમ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં ધારાસભ્ય ના પત્ની સહીત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ત્યારે આ સમગ્ર પ્રકરણમાં નાયબ વન સંરક્ષક નર્મદા નીરજકુમારે જણાવ્યુ છે કે ફોરેસ્ટ એક્ટ હેઠળ જે ખેડૂતોને જમીનો આપી હોય તેઓ તે જમીન ઉપર નિર્ભિત પણે ખેડાણ કરી પોતાના પાકોનું વાવેતર કરે છે, તેમની સામે વન વિભાગ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, આવા ખેડુતો નિર્ભિક છે,પરંતુ તાજેતરમાં જે ઘટના ફુલસર રેન્જના જારોલી બીટમાં બની તેમા જે ખેડૂત દ્વારા ખેડાણ કરવામાં આવ્યું હતું એ ખેડાણ ગેરકાયદેસર અને અન અધિકૃત રીતે કરેલ હતું. આવા અનઅધિકૃત દબાણો સામે વન વિભાગ કાયમ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતો હોય છે અને વન નું રક્ષણ કરવાની પણ જવાબદારી વન વિભાગના સીરે હોય આવા ગેરકાયદેસરના ખેડાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
જેમની પાસે જંગલની જમીનો ની સનોદો છે હકપત્રો છે તેમને કોઈ જ પ્રકારની બીક કે ભય રાખવાની જરૂર નથી પરંતુ આવા ખેડૂતોએ તેમને જે મર્યાદામાં જમીનો મળેલી છે તે મર્યાદામાં રહીને જ ખેડાણો તેમની જમીનો ઉપર કરવા જોઈએ જે જમીનો વન વિભાગના હસ્તકની છે તેવી અન અધિકૃત જમીનોને તેમણે તેમના ખેતરોમાં ભેળવવી જોઈએ નહીં. જો આવી જમીનો અનઅધિકૃત રીતે ખેડૂતો તેમના ખેતરોમાં મેળવશે જેની ગંભીરતાથી વન વિભાગ દ્વારા નોંધ લેવાશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નું નાયબ સંરક્ષક નર્મદા ના નીરજ કુમારે જણાવ્યું હતું
સરકારે જે જમીનો જમીન ખેડતા ખેડૂતોને આપી છે એ જમીનો ઉપર નિર્ભિક પણે ખેડૂતો ખેડાણ કરે. અને સાથો સાથ નાયબ વન સંરક્ષક નિરજ કુમારે જનતાને અપીલ કરતાં પણ જણાવ્યું હતું કે જંગલની સનદો વાળી જમીન ઉપર ખેડાણ કરવા તેમજ પાક નો ઉત્પાદન લેવા કોઈ પણ પ્રકારનો ભય રાખવાની કોઈ ને જરૂર નથી, તમામ જનતાની જંગલોના રક્ષણ કરવાની એક ફરજ છે તે ફરજ ને પણ જનતાએ યાદ રાખી વનોનું સંરક્ષણ પણ જનતા એ કરવું જોઈએ.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા