ગત સપ્તાહમાં વિશ્વ મહિલા દિવસ નીમીત્તે વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા એક ઉર્જા એવોર્ડ્સ 6.0 નું આયોજન થયું
હતું. જે અંતર્ગત 21 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરાયા હતા. પાછલા પાંચ વર્ષથી સતત ચાલતા આ આ એવોર્ડડ્સ માં પ્રથમ વખત 11 ની જગ્યાએ 21 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલુંજ નહિ પરંતુ આ વખતે ખાસ સન્માનનું બિરુદ આપવામાં આવ્યું હતું જે અમદાવાદના વીર સૈનીક મહિપાલસિંહ વાળાની માતા શ્રીમતી જનકબેન વાળાને અપાયું હતું. તેઓ કાશ્મીરમાં આતંકવાદી સાથે લડાઈમાં શાહિદ થયા હતા.
આ કાર્યક્રમના આયોજક તથા સંસ્થાના કો ફાઉન્ડર વિઝન રાવલે જણાવ્યું હતું કે ” ઉર્જા એવોર્ડ્સમાં દરેક નારીની એક પોતાની પ્રેરક જીવનકથા છે, અનેક કપરી પરિસ્થિતિનો સામનો કરી શિખર સુધી પહોંચવાની ગાથા અનેક લોકોને પ્રેરણા પુરી પાડે છે અને મુશ્કેલીમાં પણ હિમ્મત સભર જીવન જીવવાની કળા શીખવી જાય છે”
આ એવોર્ડ્સ અંતર્ગત આ વર્ષે આ 21 મહિલાઓને તેઓના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બાદલ સન્માનિત કરવામાં આવ્યા હતા
ફીઝા અને પ્રથા પાવર ( ટેબલ ટેનિસ – આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય )
જાનવી મહેતા ( અંતર રાષ્ટ્રીય યોગા બ્રાન્ડ એમ્બેસેટર – એશિયા )
લાજુમાં ( 73 વર્ષીય યુવા શિક્ષક જે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું શીખવે છે )
પૂનમ પંચાલ ( નારી સુરક્ષા અને ટ્રેનિંગ અર્થે યોગદાન )
જીગ્ના વ્યાસ ( નાટક અને થીએટર ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન )
દીપિકા ભારદ્વાજ ( સ્ત્રી જે પુરુષના અધિકારો માટે લડે છે , ડાઈરેક્ટર ઓફ મુવી માર્ટિયર્સ ઓફ મેરેજ – નેટફ્લિક્સ )
બીજલ હરિયા ( નૃત્ય સાધના બદલ )
કિન્નલ નાયક ( ગુરાતી સિનિમા, સિરિયલ અને એંકરિંગ માં યોગદાન બદલ )
સપના ચિરાનીયા ( મોટિવેશનલ સ્પીકર )
પ્રોફેસર ઝંખના મેહતા ( રોબોટિક્સ અને અન્ય શૈક્ષણિક સેવાઓ બદલ )
વીરાંગના ઝાલા ( બ્રેવરી એવોર્ડ વિનર 6 વર્ષીય વિજેતા )
એકતા રવિ ભટ્ટ ( સાહિત્યમાં મલાલાની બાયોગ્રાફીના ગુજરાતી ટ્રાન્સલેશન બદલ )
ધૈર્યા રાઠોડ ( જાગૃતિ સભર પત્રકારિત્વતા બદલ )
માનસી દેસાઈ શાસ્ત્રી ( સંગીત અને ફિટનેસ બ્લોગીંગ યુટ્યુબર )
ચાંદની ઝાલા ( કઠપૂતળીની કલા જાગૃતિ અર્થે )
ભક્તિ મારુ ( માનો વિજ્ઞાન અને ડિપ્રેશન દૂર કરવા જાગૃકતા ફેલાવવા બદલ )
અર્પિતા શાહ ( બાળકો માટે માલન્યુટ્રિશન વિરુદ્ધ કાર્ય કરવા બદલ )
બિનુ રાવ ( આંતરરાષ્ટ્રીય ચિત્રકલા તથા સમાજ સેવા કાર્ય માટે )
આરતી પટેલ ( ગુજરાતી મુવી અને ફિટનેસ અવેરનેસ માટે )
સૌમ્યા ઠક્કર ( 3D આર્ટિસ્ટ અને રોડ સેફટી માટે 3D આર્ટનો ઉપીયોગ કરવા બદલ)
ઉર્મિલા ગોહેલ ( અમદાવાદની મહિલા રીક્ષા ચાલાક )
આ પ્રોગ્રામમાં મહિલા શાશક્તિકરણ ઉપર બનેલી ફિલ્મ “યા દેવી સર્વભૂતેષુ ” ની ટિમ દ્વારા એક સોફ્ટ લોન્ચ પણ કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રૂઝાન ખંભાત, પદ્મશ્રી રીમાબેન નાણાવટી, એબિગેઈલ ( અમેરિકા) ઉપસ્થિત રહ્યા હતા.