ઘાયલ દિલથી પ્રેમ કરી અમૃત ભલે પી લો, અઝીઝ કિરતારની કિતાબ બનવા આવ્યો છું. – ભાટી એન અઝીઝ

મુકદરનો સિકન્દર બનવા આવ્યો છું,
ત્રિલોકનાથનો મિત્ર બનવા આવ્યો છું.

હાથમાં લકીરો હું જાતે દોરી બતાવું છું,
મહેનત કરી ભાગ્ય વિધાતા બનવા આવ્યો છું.

સત્ય નિષ્ઠાની કેડીએ નિર્ભય બની ચાલું છું,
ઈમાનદારીનો ઇતિહાસ બનવા આવ્યો છું.

સુખ દુઃખનો સિક્કો ખીસામાં રાખી ફરું છું,
હાસ્યની ફૂલછાબ બનવા આવ્યો છું.

ઘાયલ દિલથી પ્રેમ કરી અમૃત ભલે પી લો,
અઝીઝ કિરતારની કિતાબ બનવા આવ્યો છું.

ભાટી એન અઝીઝ