સંજીવ રાજપૂત
ઓડિશા ટ્રેન દુર્ઘટના 288 લોકોના મોત. હજાર ઉપર ઘાયલ
ગઈ કાલે રાત્રે ઓડિશા બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટના ઘટી છે જેમાં અત્યાર સુધી 288 લોકોના મોતનો આંકડો આવ્યો સામે આવ્યો છે અને આ દુર્ઘટનામાં 1000 ઉપર લોકો ઘાયલના સમાચાર મળ્યા છે. 20 વર્ષના ગાળામાં આ સૌથી મોટી ટ્રેન દુર્ઘટના હોવાનું મનાઈ રહ્યું છે. ત્રણ ટ્રેનો એકબીજા સાથે ટકરાઈ હતી. મરનાર ને રેલવે તરફથી 10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરાઈ છે. રેલવે મંત્રી વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું અને દુર્ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બચાવ કાર્યમાં સેના જોડાઈ છે અને બચાવ કાર્ય હાલ ચાલુ છે. ભાજપ દ્વારા આજના તમામ કાર્યક્રમો રદ કરાયા છે. ઓડિશમાં આજે એક દિવસીય શોક જાહેર કરાયો છે. ગુજરાત સીએમ દ્વારા પણ આજના તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.