10 જૂને રાજ્યના સીએમ ધોળકા- સિટી સિવિક સેન્ટર- સુવિધાઓનું ‘ વન સ્ટોપ સેન્ટર’ ખુલ્લુ મુકશે.

10 જૂને રાજ્યના સીએમ ધોળકા- સિટી સિવિક સેન્ટર- સુવિધાઓનું ‘ વન સ્ટોપ સેન્ટર’ ખુલ્લુ મુકશે.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવતીકાલ ૧૦ જૂનના રોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લુ મુકાનાર છે. રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરનાર છે. તેમાં અમદાવાદ જિલ્લાના ધોળકા ઉપરાંત બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી ધોળકાની અંદાજે ૯૦ હજાર વસતિનો સીધો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવી જરૂરી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર એ સમયની માંગ છે. મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવનાર છે.

ધોળકાના ચીફ ઓફીસર શ્રી જતિન મહેતાએ જણાવ્યું છે કે, મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/ મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી અને અન્ય સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થતા ધોળકાના નગરજનોને વિશેષ સુવિધાઓ મળશે.

4 thoughts on “10 જૂને રાજ્યના સીએમ ધોળકા- સિટી સિવિક સેન્ટર- સુવિધાઓનું ‘ વન સ્ટોપ સેન્ટર’ ખુલ્લુ મુકશે.

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *