ખાતે જંગલ સફારી પાર્કમાં દેશનું સૌથી મોટુ સ્નેક હાઉસ
પ્રવાસીઑ માટે બન્યું લોક આકર્ષણનું કેન્દ્ર
દિવાળી વેકેશન પહેલાંજ દેશ વિદેશના ઝેરી બિનઝેરી સર્પો જોવા પ્રવાસીઓ ઉમટ્યા.
રાજપીપલા, તા.7
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા નગરમાં 375 એકરમાં જંગલ સફારીનું નિર્માણ કરાયું છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું પસંદ કરે છે. હાલની વાત કરીએ તો પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ સ્નેક પાર્ક માટે ઊભું થયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પ્રવાસીઓ માટે સૌથી મોટું લોક આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે જંગલ સફારીના અનેક પ્રાણીઓ. હવે આ જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે એક વિશેષ નવું આકર્ષણ ઉમેરાયું છે અને તે છે સ્નેકપાર્ક..
હા જંગલ સફારીમાં
દેશનું સૌથી મોટું સ્નેકપાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સર્પો મુકવામાં આવ્યા છે.
જંગલ સફારીમાં એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ ઉભું કરવામાં આવ્યું છે. આમ થવાથી અહીં આવનારા પ્રવાસીઓ સાપની વિવિધ પ્રજાતીઓને ઓળખવાની સાથે તેના વિશે જાણકારી મળે એવો સ્તુત્ય પ્રયાસ છે.
આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સાપ મૂકવામાં આવ્યા છે અને જેને પ્રવાસીઓ નિહાળી રહ્યાં છે.અલગ-અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના જે સાપ હોય છે તેને અહીં ઉભી કરેલી વ્યવસ્થા દ્વારા પ્રવાસીઓ સમક્ષ મૂકવામાં આવ્યા છે.
આ ડોમ એવું બનાવવામાં આવ્યું છે કે અંદર રહેનાર સરીસૃપને જંગલમાં જ રહેતા હોય તેવી અનુભૂતિ થાય છે.અહીં કુદરતી માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ તથા સાપને પણ ગરમી ના લાગે અને હુંફાળું વાતાવરણ જળવાઈ રહે તે રીતે એસી ડોમ ઉભો કરવામાં આવ્યો છે. સાપને ઠંડી વધારે ગમતી હોય છે ત્યારે આ સ્નેક હાઉસમાં એક જંગલ ઘરમાં નાના-નાના પાણીના ખાબોચિયાં બનાવવા સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
જેમાં ખાસ ઇન્ડીયન રોક પાઈથન, રસેલ વાઈપર, ઈન્ડિયન રાઈક સ્નેક,આફ્રિકન બોલ પાઈથન, ગ્રીન ઇકવા,
ખડચીતળો,ધામણ,આ બ્લેક એન્ડ વાઈટ ટેગું, રેડ ટેગું, નાગ,પાટલા ઘોં, કાચબા,ગ્રીન ઈગવાના,ર્જેન્ટીન ના જેવા અનેક દેશ વિદેશના સાપ તથા સરીસૃપ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
ઊનાળાની ગરમીનો સમય હોય ત્યારે પ્રવાસીઓ અને સાપને પણ ગરમી ન લાગે તેની પણ કાળજી લેવામાં આવી રહી છે. અહીં હુંફાળું વાતાવરણ સચવાઈ રહે એવું એસી ડોમ બનાવવામાં આવ્યું છે કે જેનાથી ગરમી લાગે નહીં. સામાન્ય રીતે સાપ પ્રજાતિને ઠંડક વધારે ગમતી હોય છે.
ત્યારે વેકેશન માણવા આવતાં પ્રવાસીઓ માટે આ સ્નેક હાઉસ લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રવાસીઑ જણાવી રહ્યાં છે કે સામાન્ય રીતે ઝેરી સાપોને જંગલમાં જોવા મળે છે જે ઘણા દુર્લભ હોય છે આવા સરીસૃપો ને અહીં સ્નેક પાર્કમાં રક્ષણ મળતું હોઈ પ્રવાસીઑ ખુશી મહેસુસ કરી રહ્યાં છે.
ડાબી બાજુએ ભારતીય સાપો રાખ્યા છે.જમણી બાજુએજે સર્પો રાખ્યા છે તેમાં વિદેશના સર્પો છે.અહીંયા જે ટેગું રાખવામાં આવ્યા છે જેમાં બીજા પ્રાણી સંગ્રહાલયમાં બહુ ઓછા જોવા મળે છે. અહીંયા કુલ 13એન્કલોઝર (પીંજરા )છે જેમાં દરેકને અનુકૂળ કુદરતી વાતાવરણ આપવામાં આવ્યું છે. અહીં થર્મોહાઈડ્રોમીટર રાખેલા છે જેનાથી ટેમ્પરેચર કેટલું ઉપર જાય છે તેનો ખ્યાલ આવી શકે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા,