*કુમકુમ મંદિરે “ગુજરાતના સ્થાપના” દિને “જય જય ગરવી ગુજરાત” ની ડોક્યુમેન્ટરી બનાવી.*

*કુમકુમ મંદિરે “ગુજરાતના સ્થાપના” દિને “જય જય ગરવી ગુજરાત” ની ડોક્યુમેન્ટરી બનાવી.*
– *ઈતિહાસ રચવાની ખુમારી ગુજરાતીઓના લોહીમાં જ હોય છે. – સાધુ પ્રેમવત્સલદાસજી*


તા. ૧ મે ગુજરાતના સ્થાપના દિને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ
મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા જય જય ગરવી ગુજરાત નામની ડોક્યુમેન્ટરી બનાવી દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને આપણા ગુજરાતનું ગૌરવ કેવું છે ? આપણા ગુજરાતીઓ કેવા હોવા જોઈએ તે અંગે પ્રેરણા મળે તે માટે બનાવી છે. જે સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી છે.

*આ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*,ગરવા ગુજરાતની શી વાત કરવી ? એને કોઈના પહોંચે હો.વિશ્વના ૧૯૦ દેશોમાંથી ૧ર૯ દેશમાં ગુજરાતીઓ પોહચ્યાં છે.ગુજરાતીના લોહીમાં જ ખમીર હોય છે. ગુજરાતી સ્વમાનની વાત આવે ત્યારે ગુજરાતની અસ્મિતા ખુમારીથી એકદમ ઉભી થઈ જાય છે.

ઈતિહાસ સાક્ષી જ છે ને,એક સામાન્ય દેખાતા ગુજરાતીને બ્રિટીશ સરકારના માણસોએ રેલ્વેમાંથી ઉતારી પાડ્યા તો આ ગુજરાતીએ આખી બ્રિટીશ સરકારને ભારતમાંથી ભગાડી દીધી.

એક ગુજરાતીને અમેરીકાની સરકારે વિઝા ના આપ્યા તો,એણે પોતાનું કદ એટલું વધારી દીધું કે, અમેરીકાના પ્રેસિડેન્ટે આ ગુજરાતીને વ્હાઈટહાઉસમાં બોલાવીને પોતાની સાથે ટેબલ ઉપર જમાડીને બેસાડવો પડ્યો.

જ્યારે બીજા અમેરીકાના પ્રેસિડેન્ટે ગુજરાત આવીને નમસ્તે ગુજરાત કહેવું પડ્યું.

આ ગુજરાતીઓની ખુમારી ગાંધીજીથી લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી વિશ્વ પ્રસિદ્ધ છે.

અરે ! ગુજરાતના સાધુ સંતોએ કમ નથી હો.

સાધુ સંતો વિદેશ જતાં ન હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ
મંદિરના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ મા આફ્રિકાની ભૂમિ ઉપર પગ મૂકીને ભારતીય સંસ્કૃતિના
પ્રચાર ને પ્રસારનો પ્રારંભ કર્યો.

લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ.૧૯૭૦ અંગ્રેજોને તેમની જ અંગ્રેજી ભાષામાં પ્રવચન આપીને સૌને આંજી દીધા હતા.

આમ, ઈતિહાસ રચવો,ક્યારેય ઝુક્વું નહિ,એ આપણા ગુજરાતીઓની તાસીર છે.

ગુજરાતના સ્થાપના દિને, આપણે પણ સાચા ગુજરાતી બનીએ અને કાંઈક ઈતિહાર રચવા તત્પર બનીએ.આપણી ખુમારીને પ્રજ્વલિત કરીએ.

– સાધુ પ્રેમવત્લસદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *