કલાસર્જન એ કલાકારનું પ્રતિબિંબ કહેવામાં આવે છે. જેમાં કલાકારના સંસ્કાર, સંસ્કૃતિ, આગવી વિચાર ધારા,
હાવ – ભાવ, જીવનના ખાટા મીઠા અનુભવો વિગેરે સર્જન કૃતિમાં ક્યાંક ને ક્યાંક જરૂર જોવા મળે છે.
કલાકાર સ્વેની પટેલે આર્કિટેકના અભ્યાસ બાદ પોતાના ઘર માટે પેઇન્ટિંગ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.
પરંતુ પેઇન્ટિંગ ની કિંમત એક લાખ સાંભળતા પોતાની અંદર રહેલ કલાકાર જાગૃત થયો.
આ સ્વેનીના જીવનનો મહત્વનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
સ્વેનીએ કલાસર્જન સરું કર્યું.
તેના પતિ સાહિલે કેન્વાસ, કલર્સ તથા બ્રશ ગિફ્ટ કરી તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું.
સ્વેનીના ચિત્રોમાં જીવનની વાસ્તવિકતા, એક્સપ્રેશન, આગવી વિચાર ધારા તથા તેના રંગોમાં ભાવ ની વિશેષતા જોવા મળે છે. જ્યારે કયાંક જીવનનો વૈભવ તો ક્યાંક જીવનની વિશાળતા પણ દેખાય છે. તો ક્યાંક તેના અભ્યાશની અસર પણ જોવા મળે છે.
ખુબ મોટી સાઈઝમાં ચિત્રો બનાવવા તથા પોતાની વાત તેમાં રજૂ કરવી તેને ખુબજ ગમે છે. આ પ્રકારના સુંદર ૩૩ ચિત્રો ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે પ્રદર્શિત કરી સમાજને પોતાની એક આગવી ઓળખ આપી છે.
– વિનય પંડ્યા