રાજ્યમાં આગઝરતી ગરમી યથાવત, જાણો તમારા જિલ્લાનું તાપમાન..

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જીલ્લામાં કેટલો ગરમીનો પારો રહેશે તે વિશે જાણીશું.

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 28% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 29% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 42 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *