ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે રાજ્યના નાણામંત્રી કનું દેસાઈએ વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને વિપક્ષના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટને ચૂંટણીલક્ષી કહ્યું હતું.
ગુજરાતને સંપૂર્ણ પણે નિરાશાજનક બજેટ મળ્યું
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતને સંપૂર્ણ પણે નિરાશાજનક બજેટ મળ્યું છે. રાજસ્થાન જેવું ગરીબ રાજ્ય કહેવાય તે 450 રુપિયામાં ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં એવી આશા હતી કે, રાજસ્થાનની સરખામણીમાં મોંઘવારી ઓછી કરવા માટે 450માં ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડિઝલ પરનો કર ઓછો થશે પણ તે પણ કરવામા આવ્યો નથી, સરકાર રાજ્યની બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે તેવી અપેક્ષા હતી.રાજસ્થાનમાં દરેક બહેનોના ખાતમાં 1500, 2000 ખાતમાં જમાં થઈ શકતા હોય તો. ગુજરાત જેવા સમુદ્ધ રાજ્યમાં ગરીબ બહેનો માટે પણ આ યોજના લવાશે. 1700 કિલો મીટર જેટલો લાંબો દરિયાકિનારો ગુજરાત પાસે છે. દરિયાકિનારે પણ વિકાસની તકો છે તેના વિકાસ માટે નવી યોજના સરકાર લાવી નથી. આખુ બજેટ નિરાશા જનક રહ્યુ છે અને જનતાની અપેક્ષા પુરી થઈ નથી.
લોકોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી યોજનાઓની જાહેરાત
ચૈતર વસાવાએ કહ્યું કે, આ બેજટમાં લોકોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરવામા આવી છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 2021 થી લઈને 2025 સુધી એક લાખ કરોડ રુપિયા અમે ફાળવવાની જોગવાઈ અમે સુચવીએ છીએ. પણ 2024 આવ્યું ત્યા સુધી કેટલા વનબંધુ કલ્યાણ યોજનામાં ચુકવ્યા છે તેની કોઈ જાહેરાત કરી નથી.તેવી જ રીતે તેમને શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં પણ વધારો તો કર્યો છે પરંતુ માત્રને માત્ર બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે. તેમને કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી , કાયમી શિક્ષકો, કાયમી સ્ટાફની ભરતીની ક્યાંય પણ જોગવાઈ કરી નથી. માત્ર માળખાકીય જાહેરાતો માટે તેમને આ જાહેરાતો કરી છે.