તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. એક તરફ ઇસ્લામિક સ્ટેટ બની રહ્યું હતું કોઈ પણ જાત નાં સેક્યુલરિઝમ ને જગ્યા આપ્યા વગર અને બીજી બાજુ ભારત.હિંદુઓ ની ભાવનાઓ સાથે ખેલ ખેલી જવાયો હતો. હિંદુ હિત ની વાત કરવી પણ જાણે કે અપરાધ થઈ ગયો હતો. આ નરેટિવ આજે પણ ચાલુ જ છે. બે સમુદાયો વચ્ચે મતભેદો તીવ્રતા થી અને અચાનક વધ્યા હતા. ભાગલા પાડી ને વધતી ખાઈ ને કમ નહોતી કરાઈ, બલ્કે વધુ ગહેરાઈ થી ખોદવા માં આવી હતી. એ સમયે ૭ કરોડ મુસ્લિમો ને મુસ્લિમ દેશ મળી શકતો હોય તો ૩૦ કરોડ હિંદુઓ ને હિંદુ રાષ્ટ્ર શા માટે ન મળવું જોઇએ? આજે ૨૦+ કરોડ મુસ્લિમો ને વકફ બોર્ડ, મુસ્લિમ લીગ અને અન્ય લઘુમતી ફાયદાઓ મળી શકતા હોય તો ૧૦૦+ કરોડ હિંદુઓ ને હિંદુ રાષ્ટ્ર શા માટે ન મળે? આઝાદી પહેલા હિંદુ રાષ્ટ્ર ની માંગણી ખુબ જોરશોર થી ઊઠી હતી. પણ આવી માંગણી કરનારાઓ કે એમનાં સમર્થકો ને ચરમપંથી કહી ને ઉતારી પાડવા માં આવ્યા અને બીજી તરફ ઇસ્લામ ના નામે મુલ્ક માંગનારાઓ ની તમામ માંગણીઓ સ્વીકારાઈ હતી…! નિરપેક્ષ હોવું અર્થાત બંને પક્ષે સમાન દ્રષ્ટિકોણ ધરાવવો, પણ એવું હતું ખરું? આજે પણ સતા પક્ષ સીવાય નાં તમામ પક્ષો નિરપેક્ષતા ના નામે માત્ર લઘુમતીઓ નો જ સાથ આપે છે એવું સાફ દ્રષ્ટિગોચર થાય છે. મુસ્લિમો ને તો બંને હાથો માં લાડવા હતા. મુલ્ક પણ મળ્યો અને ભારત માં પાકિસ્તાન કરતાં પણ વધુ ધાર્મિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી. ત્રુષ્ટીકરણ ની તમામ હદો પાર કરવા માં આવી હતી. એટલા સુધી કે સર્વોચ્ય પદ – વડાપ્રધાને પણ બાકાયદા બોલી બતાવ્યું હતું કે ભારત ના સંસાધનો પર પહેલો હકક અલ્પસંખ્યકો નો છે…! મનમોહન સિંહ દ્વારા.એ પહેલાં પણ સતત મુસ્લિમ તરફી માહોલ જમાવ્યો હતો. મૌજુદા સરકાર, મોદીજી જો એમ કહી દે કે પહેલો હકક હિંદુઓ નો છે.તો? તો તમામ વિપક્ષી પાર્ટીઓ છાતી કૂટવા લાગે. ભારત લિંચિસ્તાન બની જાય. ઘણાં ને ડર લાગવા લાગે. ઘણાં દેશ છોડી ને ચાલ્યા જવા ની ધમકીઓ આપે, ટીવી ચેનલસ્ પર ડિબેટ માં વિપક્ષી પ્રવકતાઓ રોજગાર, મોંઘવારી ની કેસેટ ની સાથે કહેવા લાગે કે સતા પક્ષ હિંદુ – મુસ્લિમ કરી રહી છે. એમ પણ કહેવા માં આવે છે કે ભારત ની આઝાદી માં મુસલમાનો નું પણ યોગદાન હતું.( અફકોર્સ, અમુક નામો બાબતે સૌ એ ગર્વ લેવો જોઈએ.) પણ તો અલગ થવા ની શું જરૂર પડી? મઝહબી આઝાદી તો ભારત માં પણ હતી જ. ઇસ્લામિક મુલ્ક બાબતે વોટિંગ થયું હતું, એમાં ભારે વોટિંગ થયું હતું. મુસલમાનો અલગ મુલ્ક ની અહેમિયત સમજતા હતા. પણ હિંદુઓ ને અલગ રાષ્ટ્ર ની વાત કરતા અટકાવવા માં આવ્યા હતા. ત્યારે પણ, આજે પણ…
આજે અમુક હિંદુવાદી નેતાઓ અને સાધુ,સંતો દ્વારા હિંદુ રાષ્ટ્ર ની માંગણી કરવા માં આવી છે તો હો હલ્લા મચી ગયો છે. શું હિંદુ રાષ્ટ્ર ની ઘોષણા થી મુસ્લિમો પર કોઈ ખતરો છે? બિલકુલ નહીં. શું વિપક્ષી પર કોઈ ખતરો છે? ના. શું કોઈ ની પણ વ્યક્તિગત આસ્થા પર ચોટ છે? ના. તો એમાં ખોટું શું છે?
અને બાયધાવે, ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બસ એકવાર ઘોષણા કરવામાં આવે.
એક તરફ ઇસ્લામિક મુલ્ક બની ગયો, બીજી તરફ ભારત માં દરેક બાબત માં હિંદુ – મુસ્લિમ કરવા માં આવ્યું. ભારતવર્ષ જેવા યુગો પુરાણા દેશ ની મૂળભૂત ઓળખ ભગવો ઝંડો જ હોય.jnu જેવી યુનિવર્સિટીઓ માં તો અભિવ્યક્તિ ની આઝાદી ના નામે ભગવા જલેગા… કહેવા માં આવે છે. તિરંગા ને પણ એક બહુ મોટો વર્ગ ક્યાં માને છે? વંદે માતરમ કહેવા માં પણ ઘણા ને શરમ આવે છે. ભારત માતા કી જય… નો નારો ધાર્મિક લાગણી દુભાવે છે..!
૨૨ જુલાઈ,૧૯૪૬ ના રોજ બંધારણ સભા ની બેઠક માં અપનાવવા માં આવેલા ત્રી રંગી ઝંડા ને પિંગલી વૈંકયાએ તૈયાર કર્યો હતો. આ એવો દૌર હતો, જ્યારે વિવિધ દેશો આઝાદ થઈ રહ્યા હતા અને પોત પોતાની વ્યક્તિગત પસંદગી થી વિવિધ રંગી ઝંડાઓ પસંદ કરી રહ્યા હતા. પણ ભારતે અન્ય દેશો નું અનુકરણ કરવા નું કોઈ ઔચિત્ય નહોતું. અન્ય દેશો ની પોતાની કોઈ ખાસ ઓળખ હતી નહીં. જ્યારે ભારત પાસે યુગો થી ફરકતો ભગવો રંગ હતો. જેને જાણી જોઈ ને, કિન્નાખોરી રાખી ને અપનાવ્યો નહીં. આડા ત્રણ પટ્ટા, જેમાં ઉપર કેશરી, જે શૌર્ય નું પ્રતિક ( હિંદુત્વ નું પણ પ્રતિક), વચ્ચ માં સફેદ, જે શાંતિ નું પ્રતિક અને નીચે લીલો, જે હરિયાળી નું ( અને ઇસ્લામ નું પણ) પ્રતિક, મધ્ય માં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર. સારનાથ નાં સિંહ આકૃતિ વાળા અશોક સ્તંભ માં થી લેવા માં આવેલ. રાજા અશોક બૌદ્ધ ધર્મ નાં પ્રચારક હતા. એ અર્થ માં પણ બૌદ્ધત્વ નો સમાવેશ કરવામાં આવ્યો. જેનો રંગ બ્લ્યુ છે, જે બૌદ્ધ ધર્મ નું પ્રતિક મનાય છે. સર્વ ધર્મ સમભાવ ને ઝંડા માં સમાવેશ કરવા માં આવ્યો એમ પણ કહી શકાય. એ પહેલાં બ્રિટિશ સરકાર નો ધ્વજ હતો, જે આડા ઊભા લાલ ચોકડાં વાળો હતો. કલકતા માં સુરેન્દ્રનાથ બેનર્જી ૧૯૦૬ માં ધ્વજ લહેરાવ્યો હતો, જેમાં ઉપર નો રંગ ભગવો, મધ્ય માં પીળો, નીચે નીલો રંગ હતો. કેશરી ભાગ માં ફૂદડીઓ, પીળા ભાગ માં વંદે માતરમ અને નીલા ભાગ માં સૂરજ અને અડધો ચાંદ હતો.૧૯૦૭ માં ભીખાજી કામા દ્વારા બર્નિલ માં જે ઝંડો લહેરાવ્યો હતો, તેમાં ઉપર લીલો , જેમાં કમલ નાં ફૂલ, મધ્ય ભાગ નાં પીળા પટ્ટા માં વંદે માતરમ, નીચે લાલ રંગ માં અડધો ચંદ્ર અને સુરજ નાં પ્રતિક હતાં. હોમરૂલ ચળવળ માં વપરાયેલ ઝંડો ( ૧૯૧૭) તારા ચંદ્ર અને બ્રિટિશ ધ્વજ નો પટ્ટો હતો.૧૯૨૧ માં બનાવેલ ધ્વજ માં આછો લીલો અને ઘાટો લાલ રંગ વપરાયો હતો, જેમાં મધ્ય માં ચરખો હતો.૧૯૩૧ માં સૂચવવા માં આવેલ ધ્વજ માં ટોટલ ભગવો રંગ હતો અને ઉપર નાં ભાગે ખૂણા માં ચરખા નું ચિન્હ હતું.૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા જે સ્વામી વિવેકાનંદ નાં શિષ્યા હતાં એમનાં દ્વારા ધ્વજ સૂચવેલ. લાલ ચોરસ આકાર નો, પીળો, સફેદ અને વંદે માતરમ લખેલું હતું. બંગાળ ની ભૂમિ ક્રાંતિકારીઓ થી ભરેલી હતી. દેખાવો દરમિયાન ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા લહેરાવવા માં આવ્યો હતો એ જગ્યા હતી પારસી બાગાન ચોક, જે કલકતા નાં ધ્વજ તરીકે પાછળ થી જાણીતો બન્યો. શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર દ્વારા સૂચવવા માં આવેલ ધ્વજ માં અર્ધ ચંદ્ર, સુર્ય અને વંદે માતરમ લખેલું હતું. બાળ ગંગાધર તિલક સહિત અનેક લોકો એ પોત પોતાની રીતે ધ્વજ બનાવ્યા હતા, સૂચવ્યા હતા. પિંગલી વૈકયા એ ધ્વજ બનાવ્યો અને ગાંધીજી ને બતાવ્યો ત્યારે ગાંધી નું સૂચન હતું કે મધ્ય માં રેંટિયો રાખવો. ભારતીય રાષ્ટ્ર ધ્વજ અભિયાન ચાલ્યું હતું, જેમાં ઉમર સોબાની, એસ. બી. બોમનજી એ પિંગલી નાં ધ્વજ માં ધ્યાન દોર્યું. ગાંધીજી નાં સૂચન ને માન આપી ને પિંગલી લાલ લીલા બેક ગ્રાઉન્ડ માં ચરખા નું ચિન્હ બનાવી લાવ્યા. ગાંધીજી અને કોંગ્રેસ ( તથા અંગ્રેજ પણ) ઈચ્છતા હતા કે સર્વ ધર્મ સમભાવ ધ્વજ માં દેખાવું જોઈએ. ઘણાં એ વિષ્ણુ ની ગદા સૂચવી હતી.. તો ઘણા એ કમળ નું ફૂલ, શીખ સમુદાય ને આવરી લેવયેલા નું પણ સૂચન હતું. તો જૈન, પારસી, ઈસાઈઓ ને પણ સમાવેશ કરવા નાં સૂચનો થયાં હતાં.૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા સાત સભ્યો ની ધ્વજ સમિતિ નિમવા માં આવી. આ સમિતિ એ એક જ રંગ નો સોનેરી – પીળો ( જેની ઝાંય ગેરુવા રંગ જેવી દેખાય) એવા ધ્વજ ની ભલામણ કરી. અલબત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ ધ્વજ ને કોમી કારણો સર નામંજૂર કર્યો.( તો સમિતિ બનાવવા નો મકસદ શું? જ્યારે માનવું જ નહોતું તો સાત લોકો ની ધ્વજ સમિતિ નિમવા નું કોઈ ઔચિત્ય નહોતું.) આઝાદ હિંદ લખેલું અને તરાપ મારતા વાઘ નાં ચિન્હ વાળો ધ્વજ સુભાષ ચંદ્ર બોઝે મણિપુર માં લહેરાવ્યો હતો. કોંગ્રેસ એવા ધ્વજ ની શોધ માં હતી, જેમાં તમામ નો સમાવેશ થઈ શકે. પણ આ જ કોંગ્રેસે મુસ્લિમો ને અલગ દેશ આપ્યો હતો. ભારત માં મુસ્લિમો ને શું શું હકક મળશે એ બાબત ગાંધી, નહેરુ અને આખી કોંગ્રેસ ચિંતિત હતા. પણ પાકિસ્તાન માં હિંદુઓ ને શું સવલતો ઉપલબ્ધ કરાવવા માં આવશે એ બાબતે સૌ નું ખંધુ મૌન હતું. ભાગલા વખતે સ્પષ્ટ શબ્દો માં કહી શકાયું હોત કે પાકિસ્તાન માં હિંદુઓ ને આવી અને આટલી સગવડો મળવી જોઈએ. પણ જાણે કે હિંદુ હિત ની વાત કરવા કોઈ તૈયાર નહોતું.૩૦ કરોડ હિંદુઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું.
અલબત, અસંતોષ ને ભુલાવી ને તિરંગો અપનાવી લેવા માં આવ્યો છે ત્યારે એના સર્જક પિંગલી ને જાણી લેવા જોઈએ.એમનો જન્મ ૨ ઓગસ્ટ,૧૮૭૮ નાં રોજ ( સાલ ને લઈ ને મતમતાંતર પ્રવર્તે છે. ક્યાંક ૭૬ પણ નોંધવા માં આવે છે.) મચ્છલીપટનમ નજીક આવેલા ભટલાપેનુમારુ માં ( હાલ નું આંધ્રપ્રદેશ) તેલુગુ કુટુંબ માં થયો હતો. માતાપિતા હનુમંત રાયડુ અને વેકંટ રત્નમા. મચ્છલીપટનમ ની હિંદુ હાઇસ્કુલ માં અભ્યાસ કર્યો. કૃષ્ણ જીલ્લા નાં યાર્લગડા, પેડકલ્લેપલ્લી જેવા વિસ્તારો માં બાળપણ વીત્યું.૧૯ વર્ષ ની ઉંમરે બ્રિટિશ ભારતીય સેના માં ભરતી થયા. બીજા બોઅર યુદ્ધ દરમિયાન ( ૧૮૯૯- ૧૯૦૨) દક્ષિણ આફ્રિકા માં તૈનાત કરવામાં આવ્યા. ત્યાં પ્રથમ વખત ગાંધીજી ને મળ્યા.( ભારત માં આઝાદી માટે ભીષણ યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે પણ ગાંધી સાઉથ આફ્રિકા માં રંગ ભેદ સહિત નાં મુદ્દાઓ પર લડત આપતા હતા.) સૈનિકો ને બ્રિટન નાં રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા ની નોબત આવી ત્યારે પિંગલ ને પોતાનો ભારતીય ધ્વજ હોવો જોઈએ એવો અહેસાસ થયો. અલબત, એમની મૂળ ડિઝાઇન માં સેક્યુલરિઝમ નો વઘાર ઉમેરવા માં આવ્યો હતો. પિંગલ અથવા પિંગલા નાં લગ્ન પમારુરુ ગામ ના કરનમ ની પુત્રી રુકમણી સાથે થયાં હતાં.૧૯૧૧- ૧૯૪૪ સુધી આંધ્ર ની નેશનલ કોલેજ માં લેક્ચરર તરીકે ફરજ બજાવી. મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજ માં થી ભૂતરશાસ્ત્ર પર ડિપ્લોમા મેળવ્યો. નેલ્લોર માં અબરખ પર સંશોધન કર્યું. ભૂતરશાસ્ત્ર પર ” થલ્લી રાય” નામનું પુસ્તક લખ્યું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતા વૈકિયા ડાયમંડ, પટ્ટી, કોટન જેવાં હુલામણાં નામે પણ ઓળખાય છે. કપાસ ની જાત પર સંશોધન કર્યું. હિન્દી, અંગ્રેજી, તેલુગુ તો ખરી જ, ઉપરાંત ઉર્દૂ અને જાપાનીઝ ભાષા પણ જાણતા.૧૯૧૩ માં બાપટલા ની એક શાળા માં જાપાનીઝ ભાષા માં ભાષણ આપ્યું હતું. દાદા ભાઈ નવરોજી ની અધ્યક્ષતા માં ૧૯૦૬ માં કોંગ્રેસ ની સભા મળી એમાં પિંગલા એ હાજરી આપી હતી અને વિદેશી ધ્વજ ને સલામી નો વિરોધ કર્યો હતો.૧૯૧૬ માં એક પુસ્તક પ્રગટ કર્યું, જેમાં ભારત નાં અલગ અલગ ૩૦ ડિઝાઇન હતી. એ સમય નું બેઝબાડા ( અસલી નામ વિજય વાડા ) માં બે દિવસ નું ૩૧ માર્ચ,૧ એપ્રિલ અધિવેશન યોજાયું હતું જેમાં ગાંધીજી નાં કહેવા થી વૈંકિયાજી એ ત્રણ કલાક ની અંદર ધ્વજ બનાવી બતાવ્યો હતો.૧૯૬૩ માં ૪ જુલાઈ નાં રોજ ૮૪ વર્ષ ની ઉંમરે ગરીબી માં મૃત્યુ થયું હતું. આ પણ અજબ ગજબ હતું. ભારત જેવા વિશાળ દેશ નો રાષ્ટ્ર ધ્વજ ડિઝાઇન કરનારા મહાન વ્યક્તિ નું મોત ગરીબી માં થયું. આઝાદી બાદ ઘણાં વર્ષો તેઓ જીવિત રહ્યા. પણ કોંગ્રેસ દ્વારા સતત નજર અંદાજ કરવા માં આવ્યા. નાની મોટી રકમ આપી ને એમનો બુઢાપો સુધારવા જેટલી સહાનુભૂતિ દાખવી શકી નહીં કોંગ્રેસ. એમની પુત્રી ઘંટાસલા સીતા મહાલક્ષ્મી નું ૧૦૦ વર્ષ ની જૈફ વયે ૨૧ જુલાઈ,૨૦૨૨ નાં રોજ અવસાન થયું. તેઓ જીવિત હતાં ત્યાં સુધી કોઈ એ યાદ કરવા જેટલી મહાનતા દાખવી નહીં. સૌ ગાંધી પ્રતિમા આગળ દોડ્યા જતા, પણ આવા મહાન વ્યક્તિ ને અથવા એમનાં પરિવાર ને મળી ને સંભવ મદદ કરી શકવા જેટલી મહાનતા દાખવી શક્યા નહીં.
હવે, ઘણાં વર્ષો બાદ એમનાં નામ ની ટપાલ ટિકિટ ( ૨૦૦૯ માં) બહાર પાડવા માં આવી. ઓલ ઇન્ડિયા રેડિયો નાં વિજય વાડા સ્ટેશન નું નામ એમનાં નામ પર રાખવા માં આવ્યું. હૈદરાબાદ નાં નેક્લેસ રોડ પર એમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું. મરણોત્તર એવોર્ડ ભારત રત્ન માટે નામ મોકલાયું છે.
આજે ભારત માં પાકિસ્તાન ના નારા લાગે છે અને પાકિસ્તાન નો ઝંડો લહેરાવવા માં આવે છે,એ રાષ્ટ્ર દ્રોહ ગુન્હો ગણવો જોઈએ. જે કોઈ પણ પાકિસ્તાન નો નારો લગાવે તેને તત્કાળ ધોરણે પાડોશી દેશ માં મોકલી આપવા માં આવે. સવાલ એ છે કે ભારત માં પાકિસ્તાન ના ઝંડા બનાવે છે કોણ?
ભાગલા બાદ ભારત ને ધર્મ વિહોણો દેશ કેમ બનાવી નાખ્યો? શા માટે? કોણે? ધર્મ, આસ્થા દરેક દેશ નાં કેન્દ્ર નાં હોય જ છે. શું આ રાજકિય ભૂલ હતી? જવાબ છે – ના. અસંખ્ય નેતાઓ હતા ( કોંગ્રેસી) , જે દેશ દુનિયા ફર્યા હતા. તેઓ વધુ સ્પષ્ટતા પુર્વક સમજતા હતા ધર્મ નું મહત્વ. તો પણ શા માટે ભારત જેવા દેશ ને ધર્મ નિરપેક્ષ બનાવી નાખ્યો? એવી તે શું મજબૂરી હતી…?
સામે પક્ષે પાકિસ્તાન કોઈ પણ પરંતુ, કિંતુ, બટ, લેકિન માં પડ્યા વગર મુલ્ક ને ઇસ્લામિક મુલ્ક ઘોષિત કરી નાખ્યો. ધ્વજ માં ઇસ્લામ નું પ્રતિનિધિત્વ કરતો રંગ – લીલો પસંદ કરાયો. એમાં અડધા ચંદ્ર ને સ્થાન અપાયું. સંવિધાન થી માંડી ને પાઠ્યક્રમ સુધી… બધું જ નવેસર થી ગોઠવવા નું હતું, એમાં ઇસ્લામ ને જ પ્રાથમિકતા અપાઈ. આજે ભલે એ દેશ દેવાળિયો થઈ ગયો ખોટી નીતિઓ નાં કારણે, પણ પોતાના તરફ નું સત્ય એમનાં નેતાઓ એ સાબિત કરી બતાવ્યું. ઝીણા ને ગાંધી નહોતું થવું. બંને ગુજરાત ના હતા. પણ બેય ની વિચાર ધારા માં જમીન આસમાન નું અંતર હતું. ઝીણા ગાંધી કરતાં વધુ સ્પષ્ટ હતા. ગાંધી જેવા દેશ ની કલ્પના કરતા હતા, એવો ધર્મ વિહોણો દેશ બની શકે ખરો? જો હા તો મજહબ નાં નામે અલગ દેશ આપવા નું ઔચિત્ય શું? જો માં તો ભાગલા બાદ તમામ હિંદુઓ ભારત માં રહે અને તમામ મુસલમાનો પાકિસ્તાન માં જાય… આ જ વધુ યોગ્ય હતું. ભાગલા વખતે એક કારણ એ પણ અપાયું હતું કે બન્ને ભિન્નભિન્ન સભ્યતા છે. એક સાથે રહી શકે નહીં. ઓકે. પણ તો એ રીતે ભાગલા પાડવા હતા. એના માટે વધુ સમય લઈ ને યોગ્ય પ્લેટફોર્મ તૈયાર કર્યા બાદ, શાંતિ થી અલગ થયા હોત તો આજે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે ન હોત. પહેલો સગો પાડોશી, પણ અહીં તો પાડોશ માં જ દુશ્મન બનાવી રાખ્યા છે. આ વૈમનસ્ય કેમ આવ્યું? ભાગલા બાદ બન્ને તરફ ખુંવારી થઈ હતી. હજારો લાખો લોકો નાં ક્તલેઆમ થયાં હતાં. બધું અચાનક થઈ રહ્યું હતું. રાતો રાત લકીર ખેંચવા માં આવી કે આ ભારત, આ પાકિસ્તાન… આ ઝેર હજી બંને પક્ષે ભારેલા અગ્નિ ની જેમ ખદબદી રહ્યું છે. ભારતે પોતાના તરફ ની ઈમાનદારી ક્યારેય નથી છોડી અને પાકિસ્તાને પોતાના તરફ ની મેચ્યોરિટી ક્યારેય નથી નિભાવી.૨૦૧૪ પહેલાં નિયમિત પણે બૉમ્બ બ્લાસ્ટ કરવા માં આવતા. પણ કોંગ્રેસ ક્યારેય પાકિસ્તાન ની કડી નિંદા કરવા સિવાય કોઈ એક્શન નહોતી લેતી. પાક કલાકારો ભારત માં રોટલા રળવા આવતા, ખેલાડીઓ મેચ રમવા આવતા. બધું ઉદારતા વાદી ની સેહ માં થઈ રહ્યું હતું. નેતાઓ પણ આવતા. ભારત હમેશાં લાલ જાજમ બિછાવી ને સ્વાગત કરતું. પણ ધીમે ધીમે સમજાયું કે પાક ના નાપાક લોકો સુધરે એમ છે નહીં, એટલે હવે બધું બંધ થયું છે.
ભાગલા પાડવા જ શા માટે જોઈએ? ભાગલા નો ઈતિહાસ રકત રંજિત છે.ત્યારે તો નહીં જ, જ્યારે હિંદુ – મુસ્લિમ એક જ દેશ માં રહેતા હોય. આંબેડકરે અને અન્ય ઘણાં મોટા નેતાઓ એ કહ્યું હતું કે બન્ને કોમ સંપી ને રહી શકે ખરી? બે અલગ અલગ વિચાર ધારા. જો રહી શકે તો પાકિસ્તાન સહિત અન્ય મુસ્લિમ દેશો માં હિંદુઓ નાં પતન નું કારણ શું? ૧૯૪૭ માં ૨૨% હિંદુઓ આજે પાકિસ્તાન માં ૨% પણ નથી રહ્યા. ભારત નાં મુસ્લિમો ની ચિંતા દુનિયા ભર નાં મુસ્લિમ દેશો કરે છે, પણ જો પાકિસ્તાન નાં હિંદુઓ ની ચિંતા ભારત ( અહીં માત્ર બીજેપી વાંચવું) કરે તો એમાં નવાઈ શું? આઝાદી બાદ બધું ગાંધી, નહેરુ, કોંગ્રેસ ની આસપાસ વણી લેવામાં આવ્યું હતું. યુગો પુરાણો દેશ છે એ વાત સિફત થી વિસારે પાડી દીધી હતી. સંવિધાન માં શ્રી રામ નો ફોટો હતો, પણ એ જ સંવિધાન શ્રી રામ નાં સબૂત માંગતું હતું. હિંદુઓ જલદી થી ડિફેન્સ મોડ માં આવી જાય છે. ભગવાન શ્રી રામ પર કેસ ચાલ્યો ( ઘણાં ચબરાકિયા લોકો આને જમીન વિવાદ કહી ને વાત ની તીવ્રતા ઘટાડી નાખે છે.) ત્યારે હિંદુઓ શ્રી રામ ના અસ્તિત્વ ને સાબિત કરવા માં લાગી ગયા. પણ હોવું જોઈતું હતું ઉલટું, કહેવું જોઈતું હતું કે તમે સાબિત કરો કે ભગવાન શિવ રામ નું અસ્તિત્વ નહોતું. આ લડાઈ કોના માટે હતી?! બાબર માટે. હે ન ભારત માં જન્મ્યો, ન ભારત માં મર્યો. રામ વર્સીસ બાબર. આ વધુ પીડાદાયક છે. રામ વર્સીસ ઇસ્લામિક લોકો નાં ઇષ્ટ ની વાત હોત તો પણ હજી ક્ષમ્ય ગણી શકાય. પણ અહીં એક આક્રાંતા માટે સનાતન ની ધરોહર સામે સવાલ હતો. એ બાદ પણ હજારો મંદિરો પર કબજો જમાવ્યો છે.
સેક્યુલરિઝમ વગર નો ઝંડો પણ ન મળી શક્યો એનો અફસોસ RSS ને અને હિંદુ સંગઠનો ને વર્ષો સુધી રહ્યો હતો. ખેર, હવે તો તિરંગા ને સૌ ને સ્વીકારી લીધો છે.
*અવતરણ*
આજે ત્રિરંગો ભારત ની ઓળખ છે. ધર્મ, મજહબ થી ઉપર રાષ્ટ્ર છે. ત્રિરંગા નું સન્માન જળવાઈ રહે એ જોવા ની આપણી સૌ ની પવિત્ર ફરજ છે.
જય હિંદ.
વંદે માતરમ.
ભારત માતા કી જય.
10 thoughts on “*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ””