વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુચના મુજબનું મિયાવકી ફોરેસ્ટનું મોડેલ વાવેતર દ્વારાનર્મદામાં બે અનોખા વન ક્વચ તૈયાર કરાયા
સામાન્ય વૃક્ષો કરતા પાંચ ગણી ઝડપથી ઉગતા નર્મદાના અનોખા વૃક્ષો
સામાજિક વનીકરણ વિભાગ નર્મદાનો અનોખો નવતર પ્રયોગ
જાપાની અકિરા મિયાંવકી પદ્ધતિથી 5ગણી ઝડપે ઉગી ગાઢ જંગલ ઉગાડતાં વૃક્ષોનું અદ્ભૂત વિજ્ઞાન.
રાજપીપલા વડીયા પેલેસમાં 5000વૃક્ષોનું અનોખું જંગલ વનકવચ
રાજપીપલા, તા4
ગત 31મી ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતા દિવસની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં પધાર્યા હતા ત્યારે એકતા નગર ખાતે મિયાંવકી ફોરેસ્ટના ગાઢ જંગલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લોકાર્પણ કર્યું હતું.ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મિયાંવકી પદ્ધતિથી નર્મદા જિલ્લામાં વાવેતર કરવાનું સૂચન કર્યું હતું
જે સૂચનને આધારે ગુજરાત વન વિભાગ દ્વારા નર્મદામાં બે વન કવચ સામાજિક વનીકરણ વિભાગ નર્મદા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
જેમાં જાપાનીઝની અકીરા મિયાંવકી પદ્ધતિથી ટૂંકા ગાળા ઝડપી વૃદ્ધિ કરી ગાઢ જંગલ બનાવે છે. જે ગાઢ જંગલ બનતા 10-12વર્ષ લાગે તે માત્ર એકાદ બે વર્ષમાં જ ગાઢ જંગલ તૈયાર થઈ જાય છે.
આ અંગે સામાજિક વનીકરણ વિભાગ નર્મદાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલે વિશેષ માહિતી આપતાં મુલાકાતમાં જણાવ્યું હતું કે
રાજપીપલા વડિયા પેલેસ ખાતે
અડધા હેકટરમાં 5000વૃક્ષોનું વાવેતર અને બીજું વન કવચ ભાદરવા ટેકરી પર બે હેકટરમાં 21000વૃક્ષોનું વાવેતર કરી ને વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
જે ગત ચોમાસામાં વાવેતર કરેલ રોપા માત્ર પાંચ મહિનામાં 10થી 15ફૂટ ઉંચા વૃક્ષો ઉગી ગયા છે.
એમાં જમીનને ફળદ્રુપ બનાવવા માટે મિયાવકીના જાપાનીક વૈજ્ઞાનિક ખાસ પદ્ધતિ દ્વારા જમીનમાં જુદા જુદા લેયર, સ્તર બનાવીનેખાડા ખોદીને નીચેના લેયર પર જેમાં શેરડીનો બગાસ નાખવાથી ભેજ લાંબા સમય સુધી શોષી રાખે છે. પછી ફળદ્રુપ માટી ઉપર બાજરીની ફોતરાં ,ડાંગરના ફોતરાં એની ઉપર ફળદ્રુપ માટી,પછી છાણીયું ખાતર અને ત્યારબાદ એની ઉપર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.એનાથી નોર્મલ ગ્રોથ કરતા 5ગણો ગ્રોથ થતો હોવાનું મિતેશ પટેલે જણાવ્યું હતું.
આ વન કવચમાં સાગ, સિસમ, આસન, દૂધીકડો, આમરો, મહુડો, બહેડા, એદરોખ,સલાઈ, ગુગળ, સીતાફળ, કણજી, કરંજ, સતાવરી, અશ્વ ગંધા, નગોડ, અરડૂસી, વાંસ, સેવન જેવા 101 પ્રકાર ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ પ્રકારના વાવેતરમાં ગુજરાતમાં જોવા મળતી 10પ્રકારની દેશી કુળની પ્રજાતિઓનું વાવેતર કરવાનો આ નવતર સફળ પ્રયોગ છે.જેમાં 5*5 મીટરના ઊંચાં પ્રકારના વૃક્ષો,3*3 મીટરના નીચાં પ્રકારના વૃક્ષો,અને 1*
મીટરના નાના પ્રકારના વૃક્ષો1*1મીટરના અંતરે ઉગાડેલા વૃક્ષો હાલ સૂર્ય પ્રકાશ, પાણી અને પોષક તત્વો વચ્ચે સ્પર્ધા કરીને વૃદ્ધિ પામી રહ્યાં છે.
આ અનોખા વન ક્વચ રેન્જર્સ કોલેજ ના તાલીમી બોટનીના વિદ્યાર્થીઑ માટે તેમજ મુલાકાતીઑ પ્રવાસીઑ માટે માહિતગાર કરી જાણકારી આપવામાં આવે છે.
બે ત્રણ વર્ષમાં અહીં ગાઢ જંગલ ઉભું થઈ જશે. જેનાથી પરિઆવરણની શુદ્ધિ થશે. પશુ પક્ષીઑ માટે વરદાન રૂપ સાબિત થશે. અને પાણીના કાયમી સ્ત્રોતની વ્યવસ્થા થશે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા,