રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો

રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપાઈ હતી. જે આગાહી હવે સાચી ઠરી છે. ભાવનગર જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારો મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *