VGGS 2024: હરિયાણાના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ‘આફ્રિકા ધ નેક્ટ ફ્રન્ટીયર એન્ડ સ્કોપ ફોર ઇન્ડિયા’ અંગે સેમિનાર યોજાયો

VGGS 2024: હરિયાણાના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ‘આફ્રિકા ધ નેક્ટ ફ્રન્ટીયર એન્ડ સ્કોપ ફોર ઇન્ડિયા’ અંગે સેમિનાર યોજાયો

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના અધ્યક્ષસ્થાને ઇન્ડો- આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ‘આફ્રિકા ધ નેક્સ્ટ ફ્રન્ટીયર એન્ડ સ્કોપ ફોર ઇન્ડિયા’ અંગે સેમિનાર યોજાયો હતો.

હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પર ભાર મુકતા જણાવ્યું હતુ કે, ગુજરાત અને આફ્રિકાની જેમ હરિયાણામાં પણ વિકાસ માટે ‘પોસિબિલિટીસ, પોટેન્શીયાલિટી અને પ્રોસપેરિટી’નો સુભગ સમન્વય જોવા મળે છે. તેમણે કહ્યું કે, ઔદ્યોગિક વિકાસની સાથે આપણે સ્કીલ ડેવેલપમેન્ટ, નોલેજ અને ટેકનોલોજી, ઇકોનોમિક ડેવેલપમેન્ટ અને માનવીય સબંધો અને સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. આજે ગુજરાતના યુવાનો જોબ સીકર નહિ પરંતુ જોબ ગીવર બની રહ્યા છે જેમાંથી પ્રેરણા મેળવીને અન્ય રાજ્યોએ પણ રોજગારીની નવી તકોનું નિર્માણ કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિકાસમાં હાઈવે, રેલ્વે, વોટર-વે, એર-વે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

ઘાનાના રાજકીય અને આર્થિક બાબતોના મંત્રી અરનેસ્ટ નાના એડજઈએ જણાવ્યું કે, સોનું, લીથીયમ પ્રોડ્યુસર, ઓઇલ અને ગેસ, મેંગેનીઝ, કૃષિ પેદાશોના ઉત્પાદનમાં ઘાના અગ્રેસર છે. ટુરિઝમ અને હેલ્થ કેરના ક્ષેત્રે પણ ઘાનાએ ખુબ પ્રગતિ કરી છે. ભારતના ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યો માટે અમે લાલ જાજમ બિછાવીને વિકાસ માટે તેમનું સ્વાગત કરીએ છીએ.

યુગાન્ડાના એમ્બેસીના મિશન ડેપ્યુટી હેડ લુસી માર્ગારેટ કયોગીરેએ યુગાન્ડામાં રહેલી ઉજળી તકો વિશે વાત કરતા કહ્યું કે, અમારા દેશમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફિશ પ્રોસેસિંગ, જ્યુસ, કોફી, ડેરી ડેવલોપમેન્ટ, પોલ્ટ્રી, કોલ્ડ સ્ટોરજ, શિક્ષણ, માઇનિંગ, મેડિકલ સહિત ટુરિઝમ અને હોસ્પિટલીટીમાં વિકાસની ભરપૂર તકો રહેલી છે. ભારતે આ દિશામાં આગળ વધવું જોઈએ. ઇન્ડો- આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(IACCI) ના સેક્રેટરી જનરલશ્રી ડૉ. સુંનંદા રાજેન્દ્રને જણાવ્યું કે આફ્રિકા દેશની યુવા વસ્તીની માંગને ધ્યાનમાં રાખીને આફ્રિકામાં કૃષિ, ડેરી ડેવલોપમેન્ટ, રસ્તા, શિક્ષણ, રીન્યુબલ એનર્જી, વીજળી સહિત માળખાકીય સુવિધાઓ માટેના ઉદ્યોગોમાં વિકાસની ખુબ ઉજળી તકો રહેલી છે જેનો લાભ ભારતીયોએ લેવો જોઈએ. ભારત આફ્રિકાનો ભાગીદાર કેવી રીતે બની શકે તે અંગે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બુર્કીના ફાસોના ભારત ખાતેના રાજદૂત ડૉ. ડાયજીરે સોમે, કોર્પોરેટ સલાહકાર સુહાની પ્રભુ, ઇન્ડો- આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(IACCI) ના મેમ્બર પ્રણય પારેખ સહિત આફ્રિકા અને ભારતના અગ્રણીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *