ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારાઓ સાવધાન!

ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારાઓ સાવધાન!

 

તિલકવાડામાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા યુવાને બાઈક ટ્રેકટરની પાછળ ટ્રોલીમાં ઘુસાડી દેતા એકનુંમોત, એક ગંભીર

મૃતક યુવાન મહીજીપુરા ગામનો હોવાનો બહાર આવ્યું

રાજપીપલા, તા 11

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર બ્રિજ પર બુલેટ પથ્થર સાથે અથડાતાં બે દોસ્તોના મોતના ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વધુ
અકસ્માતની વધુ એક ગમખ્વાર ઘટનાસામે આવીછે.

તિલકવાડાના ગમોડ નજીક
પુરઝડપે જઈ રહેલી બાઇક
ટ્રેકટરની ટ્રોલીની પાછળ ઘુસી
જતાં એક યુવાનનું મોત થયું છે
જયારે બીજો જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહયો છે.
નર્મદા જિલ્લામાં લબરમૂછિયાઓ ધૂમ સ્ટાઇલમાં બાઇકો ચલાવીને પોતાનો તથા અન્યનો જીવ જોખમમાં મુકીદેતાં હોય છે. તિલકવાડાના ગામોડ ગામેં ધૂમની સ્ટાઈલમાં બાઇક ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પૂરપાટ ઝડપેઆવતું બાઈક એટલી જોરથી
ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાયું
કે બાઈકમાં સવાર બંને યુવકો
હવામાં ઊછળ્યા હતા

મહીજીપુરા,અંબોડીયાગામનો હાર્દિક વસાવા અને
મેહુલ વસાવા બાઇક લઇને
ગામોડ ગામના પેટ્રોલપંપ
નજીકથી પસાર થઇ રહયાં હતાંતે સમયે બાઇક હાર્દિક ચલાવીરહયો હતો. પુરઝડપે બાઇકચલાવી રહેલાં હાર્દિકને આગળ ચાલી રહેલું ટ્રેકટર નહિ દેખાતાંબાઇક ટ્રોલીની અંદર ઘુસાડી દીધી હતી. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટકકરમાં બંને
યુવાનો રોડ પર પટકાયાં હતાં.
તેમને સારવાર માટે વડોદરાની
સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં હાર્દિક વસાવાનું મોત થયું હતું જયારેમેહુલની સારવાર ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા
જિલ્લામાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારાઓની સંખ્યા વધીરહી છે ત્યારે પોલીસે કડક ચેકિંગકરી આવા બાઇકચાલકો પરલગામ કસવી જરૂરી બની છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *