રાજપીપલાના મોહિત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ કેમ્પમાં પસંદગી
રાજપીપલા પુરાણી ક્રિકેટ એકેડમીનું ગૌરવ
રાજપીપલા, તા24
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમીનો પ્રતિભાશાળી ખેલાડી મોહિત રશ્મિકાંત વસાવાની અંડર-14 કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ
કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે.આ રાષ્ટ્રીય સ્તરનો કેમ્પ તા. 3 જાન્યુઆરી, 2026 થી શરૂ થનાર છે. મોહિતની આ સિદ્ધિ તેની અવિરત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પરિણામ છે.
એકેડમીના મુખ્ય કોચ રાજેન્દ્ર સિંહ તંવરે મોહિતને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે,“મોહિતની આ પસંદગી
તમામ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને તે આવનાર સમયમાં એકેડમી તથા રાજ્યનું નામ રોશન કરશે.”
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી ક્રિકેટ એકેડમી યુવા ક્રિકેટરોને ગુણવત્તાયુક્ત તાલીમ આપી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે..પુરાણી ક્રિકેટ એકેડમીના સંચાલકો એ મોહિતને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા