ગુજરાતનાં બહુમુખી પ્રતિભાશાળી કુચીપુડી નૃત્યાંગના, નૃત્યગુરુ, નૃત્ય વિદ, *સ્મિતા* *શાસ્ત્રીને* સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી દ્વારા અમૃત એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

તાજેતરમાં તા.૧૬ સપ્ટેમ્બર – ૨૦૨૩ નાં દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે ૮૪ જેટલાં સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલાના સમર્પિત અને વિદ્વાન . વરિષ્ઠ કલાકારોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત દેશનાં અમૃતકાળ- સમયની ઉજવણી કરવા માટે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગે સેન્ટ્રલ સંગીત નાટક અકાદમી દ્વારા ૭૫ જેટલાં વિવિધ ક્ષેત્રનાં વરિષ્ઠ કલાકારોને અમૃત એવોર્ડ દ્વારા સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આપણાં ગુજરાતનાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના, નૃત્યગુરુ અને ઉત્તમ નૃત્ય તાલીમ આપીને પ્રતિભાશાળી નૃત્યાંગનાઓ તૈયાર કરીને સમગ્ર ગુજરાતમાં, ભારતભરમાં કલાગુરુ સ્મિતા શાસ્ત્રીએ, તેની પ્રસંગોચિત પ્રસ્તુતિઓ દ્વારા ભારતના આ અમુલ્ય અને દિવ્ય કલાવારસાને સતત પ્રસિદ્ધ કરવાનું કાયૅ છેલ્લા ૫૩ વર્ષોથી કર્યું છે.

: ચાર વર્ષ ની બાલ્યવયે નૃત્યની તાલીમ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરનાર કલાગુરુ સ્મિતા શાસ્ત્રી નાં નૃત્ય સમર્પિત ૭૩ વર્ષો થયાં છે.

તેમની શિષ્યાઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ નૃત્ય પ્રસ્તુતિઓ કરીને સતત ઈનામો અને સન્માન પ્રાપ્ત કરે છે.
તેમની અનેક સિનિયર શિષ્યાઓ ગુજરાત, ભારત અને વિદેશમાં કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્ય શૈલીની ઉત્કૃષ્ટ અને સમર્પિત તાલીમ આપે છે.
તેમની નતૅન સંસ્થાની દરેક શિષ્યાઓ સમાજમાં empowered women બનીને ઉભરે છે.
ભારતનાં આ અમુલ્ય કલાવારસાની ગરીમા જાળવીને, તેનાં વિકાસ દ્વારા દિકરીઓને નૃત્ય કલાની ઉત્કૃષ્ટ‌ તાલીમ માત્ર જ નહી પરંતુ સ્મિતાબેન તેમને એક શક્તિસભર નારી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
આ અમૃત એવોર્ડ દ્વારા કલાગુરુ શ્રીમતી સ્મિતા શાસ્ત્રીનું સન્માન તે સમગ્ર ગુજરાત રાજ્યનું સન્માન છે.
આંધ્રપ્રદેશ ની નૃત્યકલા કુચીપુડી શૈલીને ગુજરાત અને ભારતભરમાં કલાગુરુ સ્મિતા શાસ્ત્રી નાં ઉત્તમ તાલીમ, પ્રસિદ્ધિ અને પ્રસ્તુતિ નાં સમર્પિત કાયૅ માટે સંગીત નાટક અકાદમી દ્વારા આ અમૃત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ એવોર્ડ એનાયત કરવા‌ માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ માનનિય શ્રી. જગદીપ ધનખડજી, ભારત સરકારનાં માન. મંત્રીશ્રી. અર્જુન રામ મેઘવાલ, માન. સંસ્કૃતિ અને વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી.મીનાક્ષી લેખી તથા રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી નાં અધ્યક્ષા માન. ડૉ *.*સંધ્યા*પુરેચા* ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *