પૂર્વ કચ્છનાં સુપ્રસિદ્ધ રામદેવપીરના મેળામાં ઉમટ્યો ઉમંગ
ભચાઉ તાલુકાના વોધ નજીક આવેલ રામદેવપીરના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે દર વર્ષે યોજાતા આ ભાતીગળ મેળાને માણવા મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
તારીખ ૨, મંગળવારે રાત્રે વિજપાસરથી નેજા સાથે સામૈયો નીકળ્યો હતો, જે વાજતે-ગાજતે રામદેવપીર મંદિરે પહોંચ્યો હતો. ત્યારબાદ સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને કચ્છના કલેક્ટરશ્રીની હાજરીમાં દિપ પ્રાગટ્ય સાથે મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
તારીખ ૩, બુધવારે સુદ અગિયારસના પાવન દિવસે મેળાની મુખ્ય ઉજવણી યોજાઈ હતી. મેળામાં વિવિધ મનોરંજન રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલો તથા ભજન મંડળીઓએ હાજર શ્રદ્ધાળુઓને આનંદિત કર્યા હતા.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મેળામાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા લગાવાયા હતા તેમજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
👉 રામદેવપીરના આ મેળાએ શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય સર્જ્યો હતો.