હરસિદ્ધિ મન્દિરે 423 મોં માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

આજે રાજપીપલા હરસિદ્ધિ મન્દિરે 423 મોં માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો (બીજો દિવસ )

મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ

આજે નવચંડી યજ્ઞમાં 51જોડા નવચંડીયજ્ઞની પૂજાવિધિમાં જોડાયા

માતાજી સમક્ષ અન્નકૂટ દર્શનને ભક્તોની ભીડ જામી

પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાંમાતાજીના દર્શને ભક્તો ઉમટ્યા


હરસિધ્ધિ માતા મન્દિર લાખો શ્રદ્ધાળુંઓ નું શ્રદ્ધાસ્થાનક અહીં નવરાત્રી એ નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે

ઉજ્જૈનથી સ્વયંભુ રાજપીપલા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ. સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું એને 423વર્ષ થયા

આ મંદિરમાં માતાજી સ્વયંસ્થાપિત થયા હતા. અહીં માતાજીનું ભવ્ય મન્દિર 423 વર્ષોથી બિરાજમાન છે.

સર્વ ભક્તોની મનોકામના, બાધા આંખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા

રાજપીપલા, તા.28

રિયાસતી રાજવી નગરી રાજપીપલાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે હરસિદ્ધિ માતા મન્દિરનો આજે 423મોં પ્રાગટ્ય દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો

દ્વિદિવસિય પ્રાગટ્ય મહોત્સવના ગઈ કાલે પ્રથમ દિવસે ભવ્ય નગરયાત્રા નીકળ્યા બાદ આજે 423માં પ્રાગટ્ય દિવસે મંદિરને મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ હતું.એ ઉપરાંત
આજે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. જેમાં 51જોડા નવચંડીયજ્ઞની પૂજાવિધિમાં જોડાયા હતા.તેમજ મન્દિરના ગર્ભગૃહમાં માતાજી સમક્ષ અન્નકૂટ દર્શનભક્તો માટે ખુલ્લું મુકાયું હતું.જેના દર્શને ભક્તોનીભારે ભીડ જામી હતી.આજે પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે હરસિધ્ધિ માતા મન્દિર લાખો શ્રદ્ધાળુંઓનું શ્રદ્ધા સ્થાનક છે.અહીં નવરાત્રી એ નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે.ઉજ્જૈનથી સ્વયંભુ રાજપીપલા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ. સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું એનેઆજે 423વર્ષ થયા હતા.
આ મંદિરમાં માતાજી સ્વયંસ્થાપિત થયા હતા. અહીં માતાજીનું ભવ્ય મન્દિર 423 વર્ષોથી બિરાજમાન છે.સર્વ ભક્તોની મનોકામના, બાધા આંખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા