રાજપીપલામાં કોમી એખલાસ સાથે ઇદે મિલાદની ઉજવણી માં ભવ્ય જુલુસ નીકળ્યું.
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા
રાજપીપલા જુમ્મા મસ્જિદ થી ઇદે મિલાદનું જુલુસ નીકળ્યું
રાજપીપળા:તા25
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી. આજે રાજપીપલા ખાતે કરાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ જુલુસમાં જોડાયા હતાં.
આજે ગુરૂવારે ઇદે મિલાદના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ કાઢવામાં આવ્યાં હતાં.જે દરબાર રોડ, લાલ ટાવર, થઈને સ્ટેશન રોડ, સફેદ ટાવર, નાગરિક બેક પાસેથી મુખ્ય માર્ગો પરથી જુલુસ નીકળ્યું હતું. આજના દિવસે દાન પુણ્ય સેવાના કામો કરી મુસ્લિમ ભાઈઓએ મહમદ પયગમ્બર સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો.
જુલુસમાં જોડનાર મુસ્લિમ બિરાદરો માટે ઠંડા પીણા શરબત તેમજ આઇસ્ક્રીમની વ્યવસ્થા કરી હતી.જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરી
દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ પણ કરી હતી.
રાજપીપલામાં ટાઉન પીઆઇઆર જી ચૌધરી સહીત ટીમે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા