સંજીવ રાજપૂત
અંબાજી
સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં ગાયક નીતિન બારોટ અને દેવિકા રબારી
શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભના પાંચમાં દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ મધુર સુરો દ્વારા માતાજીનાં ભજન ગાઈ ધૂમ મચાવી હતી અને ભકતોએ પણ તેમના ગીતો પર રમઝટ બોલાવી હતી.
હાલમા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ મધુર સુર રેલાવ્યા હતા. કાર્યક્ર્મ ની શરુઆત મા તમામ ગાયક કલાકારો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને બેલડીના સુરોના સંગમે ઉપસ્થિત લોકો પણ પોતાને ન રોકી શકતા ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. વિવિધ ગીતો પર મધુર સુર સાથે વાતાવરણ ભક્તિમય બનતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોબાઈલ ની લાઈટ દ્વારા તમામ ગીતોના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે જેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભકતોએ માતાજીનાં ભજન પર જોરદાર રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા.આખા કાર્યક્રમમાં અજય બારોટ દ્વારા સુંદર એંકરીંગ કરવામાં આવ્યું હતું.
બાઈટ:- નીતિન બારોટ, ગાયક