તાપ, ઠંડી,વરસાદની પરવા કર્યાં સિવાય 3700 કિમી નીકપરી નર્મદા પરિક્રમા પુરી કરતા પરિક્રમાવાસીઓ નું રાજપીપલામાં આગમન
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે.
અનેક રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી છે રેવાની પ્રદક્ષિણા યાત્રા.
3700કિમી ની પરિક્રમાં કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
દર વર્ષે લાખો લોકો નર્મદા પરિક્રમા કરે છે.
દરેકે એક વાર અવશ્ય પરિક્રમા કરવી જોઈએ.
રાજપીપલા, તા.19
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે. પુરાણોમાં નર્મદા પરિક્રમાનું અનેરુ મહત્વ દર્શાવ્યું છે.
રેવાની પ્રદક્ષિણા યાત્રા રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી છે. સાથે જ તે અનુભવોનો ભંડાર પણ છે. કહેવાય છે કે જો નર્મદાજીની પરિક્રમા યોગ્ય રીતે કરવામાં આવે તો નર્મદાજીની પરિક્રમા 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસ લાગેછે. પરંતુ કેટલાક લોકો 108 દિવસમાં પણ પૂર્ણ કરે છે. પરિક્રમાના રહેવાસીઓ લગભગ 1,312 કિમીના બંને કાંઠે સતત ચાલે છે. કુલ 3700કિમી ની પરિક્રમાં કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દર વર્ષે લાખો લોકો નર્મદા પરિક્રમા કરે છે.
કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરીને ધન્ય બનેછે.
નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની નદી મધ્યપ્રદેશમાં જ વહે છે. તે મધ્ય પ્રદેશના તીર્થધામ અમરકંટકથી ઉદ્દભવે છે અને નેમાવર નગરમાં તેનું નાભિ સ્થળ છે. પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતમાં ભળી જાય છે.
15જેટલાં પરિક્રમાવાસીઓનો કાફલો રાજપીપલા ખાતે આવી પહોંચ્યો હતો. મોક્ષની પ્રાપ્તિ અને માનવ કલ્યાણની ભાવના સાથે 3700કિમીની નર્મદા પરિક્રમાએ નીકળેલા
નિખિલ મહારાજ હરદા જિલ્લા મધ્ય પ્રદેશના નર્મદા પરિક્રમા વાસીએ જણાવ્યું હતું કે અમે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છીએ .મારી સાથે મારાં ગામના બે વડીલો પણ મજોડાયા છે.બાકીના શ્રદ્ધાળુંઓ અમારી સાથે રસ્તામાં જોડાયા. આમ નવેમ્બરની 27મી તારીખે 15 પરિક્રમાવાસીઓએ અમે સાથે સંકલ્પ લીધો. અને 28મી તારીખથી અમે નર્મદા પરિક્રમાની યાત્રા શરુ કરી હતી.આજે અમને 17દિવસ થઈ ગયા છે.અમે અત્યાર સુધીમાં 800કિમીની પગપાળા પરિક્રમા યાત્રા પુરી કરી છે.માં નર્મદાની કૃપાથી પરિક્રમા દરમ્યાન કોઈ તકલીફ થઈ નથી.અનેક અલૌકિક અને દિવ્ય અનુભવૉ થયાં છે
આ નર્મદાયાત્રા કુલ 3700 કિમીની પરિક્રમા પુરી કરવાની છે.અમે ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમા શરૂ કરી છે. અને ત્યાંજ પરત આવીને પરિક્રમા પુરી કરશું.
અમે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ને શુલપાણની ઝાડીક્રોસ કરી લીધી છે અને હવે અમે ગુજરાતમાં પ્રવેશ્યા છીએ.હવે અમે સમુદ્ર ક્રોસ કરીને જ્યાં નર્મદાનો સંગમ છે ત્યાં 90કિમી ની પરિક્રમા કરવાની બાકી છે.જ્યાં અમે ત્રણ દિવસમાં પહોંચી જઈશું.ત્યાંથી આગળ વધીને ફરી ગુજરાતમાં આવીશું
. ત્યાંથી 20-25દિવસ પરિક્રમા કર્યાં પછી મધ્યપ્રદેશ પહોંચશું.
મધ્યપ્રદેશથી છત્તીસગઢ, અમરકંટક અને ત્યાંથી ઓમકારેશ્વર પરત પહોંચશું.ત્યાં પહોંચીને સંકલ્પ છોડીને પરિક્રમા પૂર્ણ કરીશું.
જયારે ગુરદાપીપરીયા મધ્યપ્રદેશબીજા પરિક્રમાવાસી ચંદ્રિકા પ્રસાદ પટેલે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મેં મારી યાત્રા ખંડવા જિલ્લાથી ઓમકારેશ્વરથી મારી નર્મદા પરિક્રમા શરૂ કરીછે.ખરગોન, બડવાની,અને શુલપાણેશ્વરની ઝાડીઓ, પહાડીઓ પસાર કરીને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં આવ્યા છીએ.આટલી લાંબી યાત્રા છતાં મને કોઈ તકલીફ પડી નથી.આજે રાજપીપલા શીતળા માતાના મંદિર ના અન્નક્ષેત્રમાં આવ્યા છીએ.
માં નર્મદાની પરિક્રમા પૂરી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.નર્મદા દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નદી છે. જેમાં સ્નાન કરવાથી સર્વ પાપો ધોવાઈ જાય છે.દરેકે એક વાર અવશ્ય પરિક્રમા કરવી જોઈએ.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા