“પિતા જ પરમેશ્વર” – શૈલેષ પટેલ.

DAD

પિતા જ પાયો પિતા જ છાયો,

પિતા જ જીવનમાં આનંદ લાયો….

પિતા જ કરે જીવનનું ઘડતર,

પિતા જ દૂર કરે જીવનનું નડતર

પિતા હોય તો જીવનમાં રહે નહીં

કોઈ કળતર….

પિતાના પ્રતાપે સંતાનનું જીવન નિખરે,

શિખામણ એની પહોંચાડે સંતાનને શિખર…..

માતા માતા કરે સૌ કોઈ

રે પિતા કરે ન કોઈ, જે કોઈ પિતા પિતા કરે

ઉસકે સંકટ પલ મેં દૂર હોઈ…..

પિના જ ઈશ્વર પિતા જ પરમેશ્વર,

પિતા જ તો છે સંતાનોના મુખ્ય સ્વર…

પિતાની છાયામાં ખીલે છે કાયા, બાકી બીજી બધી તો છે સંસારની માયા….

પિતા જ મટાવે પુત્રની ચિતા,

પિતા જ જગાવે પુત્રમાં ઉત્સાહ,

પિતા જ ભગાવે પુત્રનાં દુર્ગુણ,

પિતા જ છિપાવે પુત્રની એષણા….

પિતા તુલ્ય કોઈ નહીં,

પિતાનું મૂલ્ય અમૂલ્ય સહી…..

પિતા જ આધાર. પિતા વગર નિરાધાર,

પિતા ગુમાવનાર રડે છે ચોધાર……!

* શૈલેષ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *