કુખ્યાત બુટલેગર નરેશ ખલાસીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

સચિન જીઆઇડીસીના ગભેણી ખાતે કુખ્યત બુટલેગર નરેશ ખલાસીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

સ્ટેટ મોનિટરિંગ સેલે નરેશ ખલાસી અને તેની પત્ની વૈશાલી સહિત 13 જણાને વોન્ટેડ બતાવ્યા પોલીસે તેની પાસેથી ₹1,67,200 નો મુદ્દા માલ કબજે લીધો

સુરત શહેરના સચિન જીઆઇડીસી આવેલા ગભેણી ગામના તાડ ફળિયા અને ટેકરા ફળિયામાં લિસ્ટેડ બુટલેગર નરેશ રામુભાઈ ખલાસી ના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગઈ કાલે સાંજે અચાનક છાપો માર્યો હતો અને છાપાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂ 1160 લિટર તેમજ 5600 લીટર વોશ પાંચ મોબાઇલ પાંચ વાહનો અને રોકડા રૂપિયા મળી કુલ્લે 1,67,200 નો મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે જણની ધરપકડ કરી છે જ્યારે બુટલેગર નરેશ ખલાસી અને તેની પત્ની વૈશાલી ખલાસી મળી 13 જણને વોન્ટેડ બતાવ્યા છે સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા ને લઈને સચિન જીઆઇડીસી પોલીસ માં ફફડાડ વ્યાપી ગયો છે

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે દેશી દારૂનું ભઠ્ઠી ઓ અને વેચાણ થતું હોય એવું સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહ્યું છે આ સંદર્ભે સ્ટ્રેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર એસપી નિલપ્ત રાય સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના 28 જેટલા સ્ટેન્ડ ચલાવતો નરેશ રામુભાઈ ખલાસી રહે ગભેણી તાડ ફળીયામાં, દેશી દારૂનો ભારણ સાથે ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી મળી હતી જેના આધારે ગત સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કામટીયા ના માર્ગદર્શન હેઠળ એમ વી ચાવડાએ ગભેણી ગામના તાડ પડ્યું અને ટેકરા ફળિયામાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂના 1160 લિટર જેની કિંમત 23,200 જ્યારે 5600 લીટર વોસ જેની કિંમત 11200 5 મોબાઈલ ફોન પાંચ વાહન રોકડા રૂપિયા 1600 મળી કુલ રૂપિયા 1,67,200 નો મુદ્દા માલ કબજે લીધો હતો પોલીસના કાર્યવાહી દરમિયાન નીરજ શિવ શ્યામ ની ધરપકડ કરી હતી સમગ્ર દેશી દારૂનું વહીવટ કરતો નરેશ રામુભાઇ ખલાસી તેની પત્ની વૈશાલીબેન નરેશભાઈ કલાસી સહિત બીજા 11 જણને વોન્ટેડ બતાવ્યા છે આ બનાવ સંદર્ભે સ્ટ્રેટ મોડીટરીંગ સેલે મોડી રાતે સચિન જીઆઇડીસી પોલીસ મથકે પ્રોહિબીસન ગુનો રજીસ્ટર કરાવ્યો હતો આ ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વોલન્સ સ્ટાફ માં ફાફડાડ વ્યાપી ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *