રાજપીપલા ગાર્ડનમા ખાણીપીણીની દુકાનો, શાકમાર્કેટ અને કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું.
ગાર્ડનમા ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવાર
નગરપાલિકા સત્તાધીશોએ કલેકટરને ગેરમાર્ગે દોર્યા.
રાજપીપલા ગાર્ડનની દુર્દશા
રાજપીપલા,તાં
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો એકમાત્ર ગાર્ડનસ્વ.વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન આવેલું છે.
જેની જમીન રાજા મહારાજાઓ એ સરકારને પ્રજાના આનંદ પ્રમોદઅને મનોરંજન માટે ગાર્ડન માટે આપી હતી. રાજપીપલા નગરપાલિકા દ્વારા અને ગાર્ડન તો બનાવવામાં આવી છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ આ ગાર્ડનમાં મનોરંજનને બદલે આવકનું સાધન બનાવી દેતા આ ગાર્ડનની દુર્દશા બેઠી છે.
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલ ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
આ વાતની જ્યારે રાજવી પરિવારને ખબર પડી કે ગાર્ડનમાં ગેરકાયદેસર રીતે વગર પરવાનગીએ ખાણી પીણીના સ્ટોલની દુકાનો બનાવવામાં આવી રહી છે.
અને જ્યાં ફટાકડાના સ્ટોલની દુકાનો લાગતી હતી ત્યાં ગાર્ડનની પાછળની જગ્યાએ શાક માર્કેટ બનાવવાનો કારસો રચાઈ રહ્યો છે.અને શાક માર્કેટ બનાવવાનું બાંધકામ શરૂ પણ કરી દીધું છે. એ હકીકતની
રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને મહારાજા રઘુવીરસિંહ ગોહિલને પ્રજાએ જાણ કરતા
તેમણે ગાર્ડનની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું.
અને કલેક્ટરથી માંડીને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કોર્ટમાં સ્ટે લાવીને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું . અને હવે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ રજૂઆત કરાઈ છે.
યુવરાજ માનવેન્દ્રસિંહના જન્મદિવસે યુવરાજે પોતાના જન્મદિવસની ઉજવણી ગાર્ડનની સફાઈ કરીને સેવા દિવસ તરીકે ઉજવ્યો ત્યારે મીડિયા સમક્ષ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા યુવરાજસિંહ જણાવ્યું હતું કે
મારા પર દાદા મહારાજા વિજયસિંહજીએ પ્રજાની સુખાકારી અને લોકોના
મનોરંજન માટે ગાર્ડન બનાવ્યો
હતો.આ ગાર્ડનની દુર્દશા
જોઈને લોકોમાં જાગૃતતા
આવે તે માટે મેં અહીં મારો
જન્મદિવસ ઉજવવાનું નક્કી
કર્યું હતું. હાલમાં રાજપીપલા
ગાર્ડનમાં સ્વચ્છતાનો સદંતર
અભાવ છે.અને રાજપીપલા
નગરપાલિકા દ્વારા અહીં
ગેરકાયદેસર દુકાનો બાંધવાની
તેમજ શાક માર્કેટ લાવવાનો
પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેના પર અમને સ્ટે લાવવામાં
સફળતા મળી છે. તેમજ આ
ગેરકાયદેસર બાંધકામ પર
સ્ટે લાવવા સ્વ.ચંપકભાઈ
સુખડિયા ટ્રસ્ટ તથા વિવિધ
વેપારી મંડળે સહકાર આપ્યો હતો.
યુવરાજના જણાવ્યા અનુસાર રાજપીપળાના લોકોની
સુખાકારી માટે જે વારસો
રાજપીપલા નગરપાલિકાને
સોંપ્યો છે તેની તંત્રને કદર
નથી. આ હેરિટેજ ઇમારતોની
હાલત જોતા એમ કહી શકાય
કે મહારાજા વિજયસિંહનું
અપમાન છે, વધુમાં તેમણે
જણાવ્યું હતું કે મારા પરદાદા
વખતે ગાર્ડનની જે જાહોજલાલી હતી અને સુંદરતા હતી એ પાછી આવે એવી મારી તંત્રનેઅપીલ છે.અને સાથે હેરિટેજ
વસ્તુઓનો બગાડ કરવા કરતા
એને સ્વચ્છ અને સલામત રાખે
કેમકે, રાજપીપળામાં આવતા
પ્રવાસીઓ રાજપીપળાનો
ઇતિહાસ જોવા આવે છે. ખંડેર જોવા નથી આવતા.
રાજપીપલા નગરપાલિકાના
પૂર્વ સભ્ય ઉત્તમભાઈ મહેતાએ પણ જણાવ્યું હતું
કે જ્યારે ગાર્ડનમાં પહેલું
શોપિંગ બનતુ હતુ ત્યારે,
નગરજનોએ અને અમે સખત વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં બેઠેલાઓએ લોકોના વિરોધની ઉ૫૨ વટ જઈ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હતું. જૂની પોસ્ટ ઓફિસ પાસે સ્વ. શ્રી ચંપકભાઈ સુખડિયા
નામનો ગાર્ડન 49 લાખના
ખર્ચે બનાવવામાં આવ્યો હતો
અને તેને પણ માત્ર દસ વર્ષના
ટૂંકા ગાળામાં તે ગાર્ડનમાં પણ
બુલડોઝર ફેરવી પાલિકા દ્વારા
બાંધકામ કરવામાં આવી રહ્યું
છે. એ ઉપરાંત વિજય ટેનિસ કોર્ટનીબાજુમાં ગાર્ડન હતો તેનો
પણ રાજપીપલાની પાલિકા
ખાત્મો બોલાવી દીધો છે.આમ નગરપાલિકાએ આવકના સાધન તરીકે કોમર્શિયલ બેઇઝ પર ખાણીપીણીની દુકાનો, કોમ્પ્લેક્ષ, શાકમાર્કેટ બનાવવાનું અને તે પણ વગર પરવાનગીએ ગેરકાયદેસર બાંધકામ કરવાનો કારસો નગરપાલિકાએ રચ્યો તો ખરો પણ રાજવી પરિવાર અને જાગૃત નાગરિકોનો સાથ મળતાં પ્રજા હીતની લડાઈનો વિજય થયો છે. અને હાલ તો ગેર કાયદેસર બાંધકામ અટકાવી દેવાયું છે.
યુવરાજે વધુમા જણાવ્યું છે કે ત્યારે મહારાજા વિજયસિંહજીએ ગાર્ડનનાપ્રજાના મનોરંજન ના હેતુ માટે હેતુ માટે આપેલું.અને જયારે 1948માં વિલીનીકરણ થયું ત્યારે મહારાજા વિજયસિંહજીએ ચોખ્ખા શબ્દોમાં લખીને આપેલું કે આનો ઉપયોગ ફક્ત ગાર્ડન માટે જ થશે.અને બિન નફાકારક કામ માટે જ ઉપયોગ થશે. પણ દુઃખની વાત એ છે કે નગરપાલીકાએ જ્યાં પહેલાં સસલા વગેરેનું પ્રાણી સંગ્રહાલય હતું તે નગરપાલિકાએ તોડી નાખ્યું અને ગાર્ડનની હદને આગળ લઈ ગયા અને દીવાલ બનાવી કોર્ડન કરી લીધી અને રાજાની ખૂબ મોટી જગ્યામાં શાક માર્કેટ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું.ત્યારે રાજપીપલાના જાગૃત નાગરિક દિનેશભાઈ માછીએ જાણ કરતા યુવરાજ માનવેન્દ્રસિંહે તપાસ કરી અને મહારાજા સાહેબનો પત્ર અને સીટી સર્વેનો રેકોર્ડ રજૂ કરીને લેખિત ફરિયાદ કલેકટર નર્મદાને કરતા જણાવ્યું હતું કે અહીં ગેરકાયદેસર રીતે ગાર્ડનમા શાકમાર્કેટ બનવાઈ રહ્યું છે.અને એનો હેતુફેર થઈ રહ્યો છે.અને નફા આવક માટે કામ થઈ રહ્યું છે. ગાર્ડનના હેતુ માટે આપેલી જમીનનો ઉપયોગ ગાર્ડન બનાવવા માટે જ થવો જોઈએ.એમ જણાવતા કલેકટરે પત્ર દ્વારા તપાસ કરાવી. તપાસમાં આ બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા કલેકટરે અહીં શાકમાર્કેટ ન બનાવી શકાય એવો સ્ટે લાવી દીધો છે. અને શાકમાર્કેટ નહીં બનાવવાનો હુકમ કરી દેતા આ ગેરકાયદેસર બાંધકામ હાલ તો અટકી ગયું છે.એટલું જ નહીં કન્યા શાળા પાસે પણ નગરપાલિકાએ શાકમાર્કેટ બનાવવાનો પ્રયાસ કરતા ત્યાં પણ યુવરાજે રોક લગાવી દીધી છે. કારણ કે સ્કૂલની જગ્યાએ સ્કૂલ જ થવી જોઈએ.
પણ સવાલ એ ઉભો થાય છે કે આની પાછળ પ્રજાના નાણાંનો દૂરઉપયોગ થયો તો વગર પરવાનગીએ બાંધકામ કરનાર સત્તાધીશો સામે સરકાર કાયદેસરના પગલા લે એવી પણ માંગ કરી છે.
વધુમાં યુવરાજે ફૂડકોર્ટ માટે પણ દુકાનો બનાવી. જે પણ ગેરકાયદેસર છે. પાલીકાના સત્તાધીશોએ કલેકટરને પણ ગેરમાર્ગે દોર્યા? યુવરાજે જણાવ્યું છે કે મારી પાસે સુરત કોર્પોરેશનનો પત્ર છે એ પત્રમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે રાજપીપલા નગરપાલિકા ને ગાર્ડનમાં ફૂડ કોર્ટ બનાવવા માટે પરવાનગી આપેલ નથી.છતાં નગરપાલિકાએ વગર પરવાનગીએ પબ્લિકગાર્ડનના હેતુંફેર કર્યો છે.અને નફો કરવાના હેતુથી દુકાનો બનવાઈ છે. જે અંગેની યુવરાજેગૃહ મંત્રાલય અને સુરત કોર્પોરેશનનનેઅને નર્મદા કલેકટરને પણ લેખિત અરજી આપી છે.અને કલેકટરે પ્રાંત અધિકારીને લેખિત હુકમ કર્યો છે કે જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી આ દુકાનો કોઈને ફાળવી શકાશે નહીં. અને એનું બાંધકામ પણ અટકાવી દેવાયું છે.અને ગૃહ મંત્રાલાયમાંથી પણ આની તપાસ કરવાનો હુકમનો પત્ર પણ મળેલ છે.,હવે આ દુકાનો ગેરકાયદેસર બાંધકામ તોડવાની માંગ કરી છે હવે એ જોવું રહ્યું કે નગરપાલીકા આગળ શી કાર્યવાહી કરે છે.
ફૂડ કોર્ટની પાછળ બાળકો માટે રમત ગમતના સાધનો હિંચકા લસરપટ્ટી હતી તેની આજે દુર્દશા બેઠી છે અહિંના બાંકડાની આજબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. આ જગ્યાએ લાખોના ખર્ચે પાલિકાએ ફુવારો હોજ બનાવેલો એ તો ચાલુ થયોજ નહીં અને લાખોનો ખર્ચ પાણીમાં ગયો એને પણ તોડી પડાયો છે. ત્યારે નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોએ કાયદા નિયમો નેવે મુકી પ્રજાના પૈસાનો ધુમાડો કરી ગેરકાયદેસર બાંધકામો કરી પ્રજાને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને ગેરકાયદેસર બાંધ કામ કરનાર સામે જિલ્લા કલેક્ટર અને સરકાર કાયદેસરના પગલાં ભરે એવી પણ પ્રજાએ માંગ કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા