એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન

અમદાવાદ

સંજીવ રાજપૂત

એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન

અમદાવાદ એસ જી હાઇવે ખાતે પોલીસ કર્મીઓના પરિવાર માટે એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન કરાયું. જેમાં રાજ્યના ડીજી, એસીએસ, શહેર સીપી સહિત ઉપસ્થિત રહ્યા.

રથયાત્રા હોય ઇદ હોય કે નવતરાત્રી અમદાવાદ શહેર પોલીસ હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈ સજ્જ બનતી નજરે જોવા મળે છે અને પોતાના પરિવારથી દૂર રહી લોકો સુરક્ષા અને સલામત રીતે તહેવારોને ઉજવે તેનું ચોક્કસ ધ્યાન રાખતી આવી છે. ગુજરાતમાં નવ દિવસીય નવરાત્રી હેમખેમ પૂર્ણ થઈ લોકોએ મન મૂકી ગરબા રમ્યા પરંતુ તેની પાછળનું કારણ હતું શહેર પોલીસના અધિકારીઓ અને કર્મીઓની જવાબદારી સાથે આગવી ફરજ અને સુરક્ષા. રાત્રે 2 વાગ્યા સુધી જગ્યા ન છોડવાના આદેશ સાથે એક અધિકારીથી લઈ દરેક પોલીસ કર્મી સુધી પોતાની ફરજ પર અડગ રહી પરિવારથી અળગા નવરાત્રીનો તહેવાર આનંદપૂર્વક લોકોને ઉજવવામાં સિંહફાળો આપ્યો તે માટે સૌ પ્રથમ અમદાવાદ શહેર પોલીસ અભિનંદનને પાત્ર છે. નવરાત્રી હેમખેમ પૂર્ણ થતાં પોલીસ પરિવાર માટે એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, એસીએસ એમ કે દાસ, શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક અને મીડિયા જગતના વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ રાજાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રખ્યાત ગાયક પાર્થ ગોહિલે સંગીતના સૂર રેલાવ્યા અને પોલીસ પરિવાર તેમજ કર્મીઓ ગરબાના રંગે રમાયા અને મન મૂકી ગરબે ઝૂમયા હતા. રાજ્યના ડીજી અને પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીના સફળ નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ તમામ અધિકારીઓ અને કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો પોલીસ કર્મીઓ અને પરિવારના લોકોએ પણ આ આયોજન માટે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના પરિવારો સાથે તહેવારો ન ઉજવતા પ્રથમ શહેરના લોકો અને તેમનો પરિવાર તમામ તહેવારો ઉલ્લાસ અને શાંતિપૂર્વક ઉજવે તેની પૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસ સેવા, શાંતિ અને સુરક્ષા સાથે સજ્જ બની રાખતી આવી છે જેના માટે તેઓની પ્રશ્શનિય કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન સાથે સલામ છે અને ગર્વ છે ગુજરાતના લોકોને કે તેઓ પોતાના પરિવાર સાથે તહેવારોને આનંદમય ઉજવી શકે છે.