રાજપીપલામા દશેરાના બીજે દિવસે રાવણ દહન કરાયું
સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસથાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે
રાવણનું દહન કરવાની અનોખી પ્રથાઆ વખતે ઓપરેશન સિંદૂર ના થીમ ઉપર રાવણ ની શોભયાત્રા નીકળી
મોડી સાંજે આતશબાજી સાથે રાવણ નું દહન કરાયું લોક ટોળાં ઉમટ્યા
રાજપીપળા:3
નર્મદાના રાજપીપલા ખાતે દશેરાના બીજે દિવસે રાવણ દહન કરાયું હતું.સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષોની પરંપરા આજે 45 વર્ષથી ચાલે છે
સંસ્કાર યુવકમંડના પ્રમુખ મહેશભાઇ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તારમાથી દર વર્ષે નીકળતીરાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે.રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલેકે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણદહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે
અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહનથયુ હતુ. જેમા રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, આ વખતે
ઓપરેશન સિંદૂરના થીમ ઉપર રાવણની શોભયાત્રા નીકળી હતી, 17 ફૂટ ઊંચા રાવણને જોવા લોક ટોળાં ઉમટ્યા હતા.રાવણ એક બુરાઈ નું પ્રતિક છે તો આ બુરાઈને લોકો યાદ રાખે ભૂલી ના જાય એટલે નગર યાત્રાકાઢવામાં આવે છે
દર વર્ષની જેમ રાજપીપળામાં 17 ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલીપર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં
આવી હતી, અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહનકરાયું હતુ.આ કાર્યક્રમ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો.
રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા