*શાપર વેરાવળ નગર પાલિકા અને તાલુકો ક્યારે ? શું આવતી લોકસભા પહેલા નગરપાલિકા કે તાલુકો બનશે ખરો ? – સંજય ગૌસ્વામી.*

*પાંચ વર્ષ પહેલાં સાંસદ અને એક વર્ષ પહેલાં ચુટાઈ આવેલા ગુજરાત રાજ્યના એક માત્ર મહિલા મંત્રી તથા શાપર ના કહેવાતા ઉધોગપતિ‌ પનોતા પુત્ર રાજકોટના ધારાસભ્ય શ્રીએ પણ શાપર વેરાવળની જનતાને કોણીએ ગોળ ચોપડયો હોય એવું જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે*

*શાપર વેરાવળના સરપંચોના સોની કજયા અને પરિવારવાદ – જાતિવાદ અને જુથવાદ વચ્ચે શાપર વેરાવળની નગરપાલિકા થતા થતા ખોવાઈ ગઈ*

*ટિકિટ ફાળવણી વહેંચણી કરવામાં ઉતાવળે દિવા કરતા ભાજપાના પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતાઓ શાપર વેરાવળમાં નગરપાલિકા આપવા કેમ ખચકાઈ રહ્યા છે*

*માણાવદર બાંટવા 6 કિમીની અંતર ઉપલેટા ધોરાજી 12 કિમી ની અંતર છતાં બન્ને જગ્યાએ તાલુકાઓ બની શકે તો કોટડા સાંગાણી થઈ 20 કિમી સૌથી વધારે વ્યક્તિઓના વસવાટ ધરાવતું અનેક સુવિધાઓ વિહોણા શાપર વેરાવળને તાલુકો કે નગર પાલિકાની પ્રાથમિકતા અપાવવામાં સરકાર કે સ્થાનિક નેતાઓની પાછી પાની કેમ ?*

મળતી માહિતી મુજબ નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સમગ્ર ભારતમાં ગુજરાત પ્રદેશ ખાતે પ્રથમ નંબરની ક્ષૈણીમા આવતા ઔઘોગિક ઝોન તરીકે રાજકોટ અને શાપર વેરાવળ જગ વિખ્યાત છે અહીંની હજારો ઇન્ડસ્ટ્રીઝ દેશના અનેક રાજ્યોનાં પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે અહીંના અનેક પ્રકારના ઉદ્યોગો દેશ વિદેશમાં મોટા પાયે ઉત્પાદન થતા પ્રોડક્ટ્સને દેશ વિદેશમાં નિકાસ કરી ભારત દેશનું નામ રોશન કરે છે શાપર વેરાવળમાં લગભગ આશરે એક ‌થી બે લાખ લોકો વસવાટ કરી રહ્યાં છે ત્યારે સમગ્ર શાપર વેરાવળ તદન સુવિધાઓ વિહોણું હોય તેવું જણાય આવે છે
આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત ‌દેશને સ્વચ્છ અને સુઘડ અને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેના જ પ્રથમ વિધાનસભા ક્ષેત્ર રાજકોટ જિલ્લા માં જ માત્ર ૧૦ કિમી અંતરે આવેલા આ શાપર વેરાવળમાં પુલ નીચે તથા આજુબાજુ સર્વિસ રોડ પર ગંદકીઓના થર જાણે શાપર વેરાવળમાં અહીં એક તરફ દવા કેમિકલની ફેક્ટરીઓની દુર્ગંધ મોટા ભાગના વિસ્તારોમાં પસરી રહી છે ત્યારે બીજી તરફ આ ગંદકીના થર પણ અનેક બિમારીઓને નોતરી રહી છે અહીં કોઈ મોટી સરકારી હોસ્પિટલ ઉપલબ્ધ ન હોવાથી અનેક પ્રાઇવેટ હોસ્પિટલો ને ઘી કેળા છે
અહીં કોઈ સારી સરકારી કોલેજો કે‌ શાળાઓ ન હોવાથી વિદ્યાર્થીઓને રાજકોટ ખાતે અભ્યાસ અર્થે જીવના જોખમે પણ પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરી જવુ પડે છે જ્યારે આ પરિવારના ગુજરાન માટે રોજીરોટી મેળવવા શાપર વેરાવળ થી 100 કિમી દુરથી કે નજીકના ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાંથી અપડાઉન કરતા નાગરિકો માટે પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા જિલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈના સમયથી અનેક રજૂઆતો કર્યા છતા કોઈ સરકારી બસો પુલ‌ નીચે ઉતરતી જોવા મળતી નથી જેને કારણે અનેક પ્રાઇવેટ વાહન ચાલકો આ તકનો લાભ લઈ રહ્યા છે જ્યારે એક તરફ ઔધોગિક એકમો તરફથી પગાર વધારો ન મળતા મોંઘવારી નો ભાર જીલતા અપડાઉન કરતા નાગરિકોના ખિસ્સાઓ તો લગભગ અપડાઉનના ખર્ચમાં જ ખાલી થઈ જાય છે ત્યારે એમનાં બાળકોને સારી સુવિધાઓ કે શિક્ષણ કેમ મળી શકે ? એ સૌ અપડાઊન કરતા નાગરિકોના પરિજનો જાણે છે
ઉત્તર પ્રદેશ બિહારની જેમ શાક માર્કેટમા ખચોખચ જોવા મળતી ભીડ અને ગંદકીના ગંજમાથી ક્યારે સ્વચ્છ અને આધુનિક સુવિધાઓ વાળી નવી શાક માર્કેટ લોકોને જોવા મળશે એ તો તાલુકા બન્યા પછી નિર્ભર બને એવું જોવા મળી રહ્યું છે જ્યારે માત્ર કાગળ પર જ જોવા મળતુ કોટડા સાંગાણી તાલુકાનુ વેરાવળમાં આવેલું APMC માર્કેટ યાર્ડ પણ એક જ નાનકડી ઓફિસમાં સમેટાઈને આ વિસ્તારના ખેડૂતો માટે એક શોભાના ગાંઠિયા સમાન હોય એવું ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતોને ક્યારે વિશાળ માર્કેટ યાર્ડ જોવા મળશે એ કહેવું તો અત્યારે એક દિવા સ્વપ્ન દેખાડવા સમાન જ છે
અહીંના અનેક રાજ્યોમાંથી આવેલા કે સ્થાનિક વસવાટ કરતા નાગરિકોને માટે હરવા ફરવાનું કોઈ સ્થાન ન હોય ત્યારે કયારે બાગ બગીચા કે ઉદ્યાનમા વિહરવા‌ માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે ?
અનેક સરકારી ખરાબાની ખડકી દેવામાં આવેલી ગૌચરની જમીનો ખાલી કરાશે ?
અનેક સરકારી ખરાબાની જમીનમાં ઊભી કરાયેલી વસવાટ કે ઔધોગિક એકમો દ્વારા ઉભી કરાયેલી ઓરડીના ગેર કાયદેસર વિજ જોડાણોમાથી લાઈટ બીલોની આવક પશ્વિમ ગુજરાત વિદ્યુત બોર્ડના સરકારી ખજાનામાં જમા થતી જોવા મળશે ?
સરકારી ખરાબાની જમીનમાં ઊભી કરાયેલી વસવાટને કે ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોને સરકારી આવાસ યોજના પાણી પુરવઠા કે સાફ સફાઈનો લાભ શાપર વેરાવળમાં જોવા મળશે ?
ક્યારે અહીંના પોલીસ તંત્રને પણ ઓછા સ્ટાફમાથી મુક્તિ તથા અવિરત ટ્રાફીક જામ કે ટ્રાફિક સમસ્યાની ડ્યુટીમાથી મુક્તિ મળશે અને સુવિધાજનક મોટું પોલીસ સ્ટેશન મળશે ?
અંતે તો એટલું જ કહી શકાય કે
અહીંના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા શાપર વેરાવળના ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પુર્વ ચેરમેન અને વાપરવા પનોતા પુત્ર અહીંના લોકપ્રિય અને લોક લાડીલા રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળા સાહેબ તથા પૂર્વ ધારાસભ્ય બાબરીયા સાહેબના પરિવારના સભ્યો પૈકી સતત બીજી વખત ટિકિટ મેળવવામાં સફળ થયેલા ગુજરાત રાજ્યના એક માત્ર મહિલા ધારાસભ્ય લોકપ્રિય શ્રી ભાનુબેન બાબરીયા બહેનશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ એવા ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ તરીકે અનુભવી યુવા પટેલ અગ્રણી શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાને તથા શાપર વેરાવળના બન્ને લોક લાડીલા સરપંચશ્રીઓને શાપર વેરાવળની જનતાની નમ્ર અપિલ છે કે શાપર વેરાવળને વહેલી તકે તાલુકા જેવી સુવિધાઓ મળી રહે એ હેતુથી આ ગ્રામ્ય પંચાયતમાંથી મુક્તિ અપાવીને શાપર વેરાવળને સંયુક્ત તાલુકો બનાવવા તથા સંયુક્ત નગર પાલિકા મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ અને ચુંટણી પ્રચારમાં જણાવ્યા અનુસાર ત્રિપલ એન્જિનની સરકાર એટલે કે શાપરના પનોતા પુત્ર રમેશભાઈ ટિલાળા રાજકોટના ધારાસભ્ય તથા શાપરના ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા ગુજરાત રાજ્યના મંત્રી અને ગુજરાત તથા કેન્દ્રમાં પણ ભાજપ સરકાર હોય ત્યારે શાપર વેરાવળને તાલુકા તરીકેની પદવી મળે અને સંયુક્ત નગર પાલિકા બનાવી અહીના સ્થાનિક તથા અન્ય રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા આવેલા ભારતીય નાગરિકોને ખેડૂતો અને વિદ્યાર્થીઓ તથા વ્યાપારીઓને સમગ્ર સુવિધાઓ મળી રહે અને આપણો આ નવો તાલુકો નવી દિશા તરફ વળે એવી નમ્ર વિનંતી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *