“તા થૈયા થૈયા તા થૈ” આ ફોર્મેટ ક્યાંય જોયેલું કે સાંભળેલું હોય તો એ ભવાઇનું છે.. જેમ ફિલ્મોની સ્ટોરી કહેવાય એમ ભવાઇમાં ‘વેશ’ કહેવાય.. કુલ 350થી પણ વધુ વેશ ભવાઇમાં છે જેની શરૂઆત અસાઇત ઠાકરનામના બ્રાહ્મણે શરૂ કરેલ. તેઓ મુખ્ય પાત્ર ભજવતા એટલે ભવાઇના કલાકાર માટે ‘નાયક’ શબ્દ પ્રચલિત થયો..
ભવાઇના પ્રચાર-પ્રસારમાં ઘનશ્યામ ‘નાયક’ (તારક મહેતા સિરિયલના નટુકાકા) નું યોગદાન પણ અદભૂત છે આવી આ ભવાઈ સમાજને સંસ્કારી કરવા, દોષમુક્ત કરવા અને સન્માર્ગે વાળવા ભજવાતી તે લગભગ લુપ્ત થઈ ગઈ છે.
ભવાઈનાં મુખ્ય અંગો :
ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.
નૃત્યના ઠેકા: કથ્થકના
જરીવાળી સાડી, મુગટ (પીતાંબર), લાલ, પીળા, સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી મુસ્લિમ ઢબની ટોપી વગેરે.
તમે ‘લવની ભવાઇ’ ફિલ્મ જોયું હોય તો એના ગીત ‘વ્હાલમ આવોને’ માં પણ “તા થૈયા થૈયા તા થૈ” લાઈનનો ઉપયોગ થયેલો છે..