કોને ખબર નથી ?
આજ પર્યાવરણ દિન છે ?
પણ જાણવા છતાં અહીંયા
બધા પોતાનામાં જ લીન છે.
જેના થકી છે જગતનો શ્વાસ
વૃક્ષ પાસે આજ કોણ કરે છે વાસ ?
જેમાં છે સાક્ષાત્ ઈશ્વરનો વાસ
તેનો જ માનવ કરે છે વિનાશ.
ખેડૂત છે વૃક્ષોનો પાલનહાર
રાત દિન કરતો તેની સંભાળ,
પણ સમય આવ્યે તે પણ
વૃક્ષ કાપતા કરતો નથી વિચાર.
જેમાં મળે છે માત્ર પૈસા
તે જ વાવે છે ખેતર મા પાક,
નથી રહ્યો એ ભાવ
જેના છાયે ઉગર્યા ગામ.
આજ કાલ તો ગામડાં મા
પણ લોકો વાપરે છે એ. સી,
કેમ કરીને કહેવા એ લોકોને
સાદા અને ગામડાં ના દેસી ?
જેના દાતણ થી વડવાઓ રહ્યા નિરોગી
આજ એ જ ગામમાં લોકો દાતણ ભૂલી,
બ્રશ વાપરતા થઈ ગયા છે ખૂબ જ રોગી
જે હતા કાયમ નિરોગી થઈ ગયા છે રોગી.
માત્ર ફળના સૌ છીએ આપણે હકદાર
કરવી નથી વૃક્ષો ની કોઈદી દરકાર,
સઘળા દુઃખ ને બીમારીમાં થવું છે દુઃખી
કોણ કરે છે કામ પરોપકારી ? જેનાથી રહેવાય સુખી?
જુઓ તો ખરા નદી કયા કોઈ દિવસ
પોતાના પાણીને પીવે છે ?
જુઓ તો ખરા ગાય કયા કોઈ દિવસ
પોતાના દૂધને પીવે છે ?
જુઓ તો ખરા વૃક્ષ કયા કોઈ દિવસ
પોતાના ફળ ને ખાય છે ?
જુઓ તો ખરા પરોપકારી સંત કયા કોઈ દિવસ
પોતાના માટે જીવે છે ?
અરે ઓ સ્વાર્થી માણસો
તમે શું અમને ઓળખી શકવાના?
પોતાનું છોડી પરમાર્થી બનો
માણસ છો તમે પેલા માણસ તો બનો.
નકુમ લખે છે વૃક્ષો ની વાચા
બનો પર્યાવરણ પ્રેમી સાચા….
( પર્યાવરણ દિન ૫-૬-૨૦૨૪)
લી.જીતેન્દ્ર વી.નકુમ, અમદાવાદ