નાનપણથી જ એક વસ્તુ શીખી છે અને વર્તનમાં પણ ખરી, કે જ્યારે કોઈએ પોતાની વસ્તુ આપણને સાચવવા આપી હોય કે વાપરવા આપી હોય તો હંમેશા એ વસ્તુને જ્યારે પાછી આપવાની થાય ત્યારે હંમેશા એ વસ્તુ કાં તો હોય એના કરતાં પણ વધારે વ્યવસ્થિત કરીને આપવાની અથવા તો જો એ પોતે એટલી સુવ્યવસ્થિત હોય કે વધુ વ્યવસ્થિત કરવાનો કોઈ અવકાશ ન હોય તો એ જેવી પ્રાપ્ત થઈ છે એવી ને એવી એ જ અવસ્થામાં જેની પાસેથી મળી હોય એને પૂરેપૂરી જાણવણી સાથે પાછી આપવી…
ઈશ્વરે પણ એની સૃષ્ટિ આપણને વાપરવા અને સાચવવા આપી છે જે આપણા બાદ બીજાની છે.
“આપણને જેવી સૃષ્ટિ ઈશ્વરે આપી છે એવી અત્યારે છે ખરી??” અને આપણે એને પાછી આપવાની થાય ત્યારે વધુ વ્યવસ્થિત બનાવવાનું તો પાછળ રહ્યું જેટલી કાર્ય
“સુચારૂતા “અને “સુંદરતા “હતી એવી ને એવી પાછી આપી શકવા સમર્થ છીએ ખરાં??
જો નથી, તો બનવાનું છે, જ્યારે અહીં થી જવાનું થાય તો કમસેકમ પોતાના ભાગ નો પ્રયત્ન કરીને જ જવાનું જેથી આપણી પાછળ આવનાર ને પર્યાવરણ નું મહત્વ સમજાશે અને એ પણ વધુ સજાગ બનશે એ પણ એને એની સુંદર અવસ્થામાં માણી શકે અને જાળવે, નહીતર અકબર બીરબલ ની વાર્તા ની જેમ બીજે દિવસે “દૂધ” ને બદલે “પાણી” નો હોજ ભરાય!!!
“કર્મ નું ચક્ર ફરે પછી જેવું બીજા માટે મૂકીને જઈએ, બીજી જગ્યાએ કોઈ આપણાં માટે આપણાં જેવું કરીને મૂકી ગયું હોય”!!
Happy World Environment day
🏞️🏕️🌅🌄🌤️🌦️🌲🌳🌹🌺🌸
#environment
#WorldEnvironmentDay
~ANKITA DAVE