*વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર*
ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કાલે રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને શિયાળામાં ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરાવવાની ફરજ નહીં પાડી શકાય તેમ જણાવવામાં આવ્યું છે.
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા પડશે તેમ જણાવવામાં આવ્યું છે.
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય ગણાશે.