યુએસએ ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી

યુએસએ ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી

વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળીને અભિભૂત થતા DPAA USA પ્રતિનિધિ મંડળ

સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત સહિત પ્રાકૃતિક સોંદર્યનો નજારો નિહાળીને મંત્રમુગ્ધ થતા મહેમાનો

આ પણ વાંચો:  *વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર*

મહેમાનોએ કહ્યું, વિશ્વની સૌથી વિરાટ અને અદભુત સરદાર સાહેબની પ્રતિમા સહિત અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અપ્રતિમ

રાજપીપલા,તા.23

યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW/MIA એકાઉન્ટિંગ એજન્સી (DPAA) ના પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડૉ. વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.

વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડ હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઇ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશી મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને અદભુત ગણાવી પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી.

પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક-જંગલ સફારીથી પોતાની સફરની શરૂઆત કરી હતી. સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ થતા મહેમાનોએ સફેદ સિંહ, જેગ્વાર, ભારતીય દીપડો, એશિયાઈ સિંહ, આફ્રિકન જંગલી બિલાડી, ગ્રીન-વિંગ્ડ અને ડુમખલ મકાઉ પોપટ, જળઘોડો, અજગર, સર્પની વિવિધ પ્રજાતી સહિતના પક્ષી-પ્રાણીઓને નિહાળ્યા હતા.

મિયાવાકી વનની મુલાકાત સહિત મહેમાનો આરોગ્ય વનમાં ગયા જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી હતી. આરોગ્ય વન સ્થિત આરોગ્ય કાફે ખાતે મહેમાનોએ ખાટી ભીંડી શરબતનો પણ સ્વાદ માણ્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *