એકતા નગર ખાતે 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન ની ઉપસ્થિતી માં એકતા પરેડ યોજાશે.
મુખ્યમંત્રીએ પરેડ સ્થળ ની મુલાકાત લીધી, સ્થળ નિરીક્ષણ કર્યું
સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અવસરે ૩૧મી ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમના સ્થળ નિરિક્ષણ અને આયોજનની વિગતો મેળવી
રાજપીપલા, તા. 2
૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતા પરેડ માં ઉપસ્થિત રહેવાના છે ત્યારે એકતા નગર ખાતે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ નર્મદાનીર ના વધામણાં કર્યા બાદ ગઈ કાલે એકતા પરેડ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણકરી અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
સરદાર પટેલ જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઇ તડવી, સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણે, સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અમિત અરોરા, ડાયરેકટર ડી.સી.ઠક્કર, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા
તસ્વીર:દીપક જગતાપ, રાજપીપલા