*વાગડનાં પ્રસિધ્ધ રવેચી મંદિરના મહંત પ.પૂ શ્રી ગંગાગિરી બાપુ બ્રહ્મલીન: સાથે નંદીએ પણ પ્રાણ ત્યાગી દીધાં…!*
*રમેશ ગોસ્વામી “સારથિ”*
કચ્છ વાગડનાં શ્રી રવેચી મંદિરના મહંત ગંગાગિરિ બાપુ ગુરૂ મોહનગીરી બાપુ આજે રોજ બ્રહ્મલીન થયા. ખબર ફેલાતાં જ સમગ્ર વાગડ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી.
છેલ્લા પચ્ચીસ વર્ષથી વાગડના પ્રસિદ્ધ યાત્રાધામ રવેચી મંદિરના મહંત તરીકે બિરાજમાન હતા.વિશાળ સેવક વર્ગ ધરાવતા હતા. તેમના નિધનથી સેવક ગણોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.જોગાનુજોગ રવેચીધામથી નંદી મહારાજને લાવવામાં આવ્યા હતા અને નંદી મહારાજ ખૂબ સારી રીતે અહીં રહેતા હતા.પરંતુ આ સમય ગાળા દરમિયાન યોગાનોયુગ તા. ૩૧/૦૫/૨૦૨૪ ના રોજ રાત્રીના ૨ થી ૬ કલાક સમય દરમિયાન શ્રી રવેચી મંદિરના મહંત ગંગાગીરી બાપુ ગુરૂ મોહનગીરી બાપુ બ્રહ્મલીન થયા અને ગાંધીધામમા શ્રી ગૌ રક્ષક સેવા સમીતી (પાંજરાપોળ )માં નંદી માહારાજ દેવ પામ્યા. છ મહિના અગાઉ નંદી મહારાજને લઈ જવામાં આવ્યા હતા. જાણે કે ગુરુવર્યનો વિયોગ સહન ન થયો હોય અને જે દિવસે મહંત શ્રી એ દેહ ત્યાગ કર્યો એ જ દિવસે નંદીએ પણ પ્રાણ ત્યાગી દીધાં હતાં.
રવેચી ધામમાં વર્ષોથી મહંત તરીકે બિરાજમાન ગંગાગીરીબાપુ અને તેમની આશ્રયમા લાંબો સમય રહેલા નંદીના એકજ સમયે દેવલોક ગમન થી આશ્ચર્ય નું મોજું ફરી વળ્યુ હતું. કોઇ કુદરતી સંકેત હોવાનો અણસાર હોવાનું લોકજીભે ચડયું હતું. જેમ સતાધાર માં પાડો ખ્યાતનામ હતો એમ રવેચી મંદિરમાં નંદી મહારાજનાં ગુરુ વર્ય સાથે સ્વર્ગ પ્રસ્થાન થી લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. નંદી મહારાજને વિધિવત સમાધિ આપવામા આવી હતી.