દેશી ગાયના છાણમાંથી મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો ફ્રેંડલી ગણેશજીની 5000 થી વધુ મૂર્તિ બનાવી

ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશ  વસાવાનો અનોખો પર્યાવરણનો સંદેશો.

દેશી ગાયના છાણમાંથી મહિલાઓ દ્વારા બનાવેલ ઈકો ફ્રેંડલી ગણેશજીની 5000 થી વધુ મૂર્તિ બનાવી

લોકોમાં ઈકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિ ખરીદવામાં ભારે ઉત્સાહ

રાજપીપળા

 

ગણેશચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો. લોકોમાં પરિયાવારણ પ્રત્યે જાગૃતિ આવી છે જેને કારણે ક્રમશ:પીઓપીની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે લોકો માટીની મૂર્તિઓપાણીમાં ઓગળી જતી હોવાથી માટી ની મૂર્તિ તરફ વળ્યાં છે. પણ માટીની મૂર્તિ ખૂબ મોંઘી હોય છે અને તૂટી જવાનો ડર હોય છે. તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌ શાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુ પાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યાં છે.

 

આજે આ નર્મદા ના રાજેશ વસાવા લોકો માટે પ્રેણના રૂપ પણ બન્યા છે આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છાણ માંથી બનાવેલી મૂર્તિ 100%ઈકો ફ્રેન્ડલી મૂર્તિ છે વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા,મૂર્તિનું કદ બહુ મોટુ નથી એક થી દોઢ ફૂટની આ વખતે રાજેશભાઈએ 5000 જેટલી મૂર્તિઓ બનાવી છે. જે ચપોચપ ઉપડી જાય છે. હાલ રાજપીપલા ચંદ્રવીલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયનાછાણ માંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી પણ ઘરમાંજ ડોલમાં વિસર્જિત કરવાથી એ પાણીમાં સહેલાઇથી ઓગળી જાય છે અને એનું પાણી ફૂલ ઝાડના કુંડામાં, ખેતરકે બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે. આમ કરવાથી ભક્તો દ્વારા પરિઆવરણ ની મોટી સેવા થાય છે અને નદીને પ્રદુષિત થતી અટકાવી રાજેશભાઈ પરિઆવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

બીજી તરફ એક મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કામ 25 થી બહેનો કરી રહી છે. તેમને રોજગારી પણ મળી રહી છે.
લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરતાં થઈ જતા લોકોમાં ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણલક્ષી બદલાવ
આવી રહ્યો હોવાનું રાજેશભાઈ એ જણાવ્યું હતું.

તસવીર : :દીપક જગતાપ નર્મદા