અદાણી કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામનો આરંભ, ખેડૂતોમાં ભારે રોષ!

વાંઢીયા ગામે અદાણી કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામનો આરંભ, ખેડૂતોમાં ભારે રોષ!

તારીખ 21 ઓગસ્ટ 2025 ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે આજે અદાણી કંપનીએ ખેડૂતોની લિખિત પરમિશન લીધા વગર ખેતરોમાં કામ શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. ખેડૂતો જણાવે છે કે કલેક્ટર સાહેબે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ગામના ખેડૂતોને સમજાવીને, ચર્ચા કરીને અને તેમની મંજૂરી બાદ જ પ્રોજેક્ટ સંબંધિત કામ થઈ શકે.

પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ કોઈ મિટિંગ યોજાઈ જ નહોતી, છતાં અધિકારીઓએ ખોટો દાવો કર્યો કે “ગામમાં 10 મિટિંગ યોજાઈ ગઈ છે”. આ વાતથી ખેડૂતોમાં ભારે ગુસ્સો ફેલાયો છે.

મીડિયા સાથેનો વિવાદ – ઘટનાની માહિતી એકત્ર કરવા આવેલા મીડિયા કર્મચારીઓએ વિડિઓ અને ફોટા લેતાં, અદાણી કંપનીના કર્મચારીએ પ્રયાસ કર્યો હતો. અહીં સુધી કે મીડિયા કર્મચારીઓએ જણાવ્યું કે “અમારા બાયા ડેટા કાઢી લઈએ” એવી ધમકી પણ આપવામાં આવી હતી.

આ ઘટનાથી સવાલ ઊભો થયો છે કે કંપની શું છુપાવવા માગે છે? ખેડૂતોનો સવાલ ખેડૂતો ખુલ્લેઆમ પૂછે છે – “શું અદાણીના કર્મચારી કચ્છ કલેક્ટરના નિયમો અવગણીને પોતાના નિયમો ચલાવશે? સરકારના કાયદાને તોડી ને કંપનીના હિતમાં કામ કરાશે?”

લોકોમાં રોષ ગામના ખેડૂતો અને લોકસમાજમાં ભારે રોષ છે. લોકો સરકારની સામે જ આવી ગેરરીતિઓ થતી હોવાનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે – સરકારના નિયમો સાચા અર્થમાં અમલમાં આવશે કે પછી કંપનીઓ પોતાના નિયમો જ લાદશે? રિપોર્ટ બાય મહેશ રાજગોર વાંઢીયા