અમદાવાદ
સંજીવ રાજપૂત
ગરબામાં શક્તિ સાથે દેશભક્તિના રંગમાં રંગાયું ન્યુ રાણીપ
અમદાવાદ ખાતે છઠ્ઠે નોરતે રાણીપ વિસ્તારમાં શેરી ગરબાએ રંગ રાખ્યો હતો અનેક જગ્યાએ વિવિધ વેશભૂષા સાથે લોકો ગરબે ઝૂમયા..
રાજ્યભરમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે મોટા મોંઘેરા પાર્ટી પ્લોટથી અલગ વાત કરીએ તો સોસાયટીના શેરી ગરબાઓની જ્યાં સ્થાનિકો દ્વારા જ સંગીતના તાલે સંચાલન કરી નવરાત્રીની ઉજવણી કરાય છે.
વાત કરીએ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારની ક્યાં વિવિધ સોસાયટીઓમાં ફ્લેટસમાં અદભુત લાઈટ શુશોભીત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ન્યુ રાણીપ ખાતે આવેલ ક્રિષ્ના બંગલોઝ જ્યાં સ્થાનિકો દ્વારા અદભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા તો પાસે જ આવેલ અક્ષર 42 ફ્લેટસ ખાતે યુવાઓ વડીલો અને બાળકો વિવિધ વેશભૂષામાં માથે ગરબો લઈ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ સન રેસિડેન્સી જ્યાં આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલ જોવા મળ્યું હતું જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉત્સાહ સૌ કોઈમાં જોવા મળતો હતો હાથમાં તિરંગો લઈ યુવાઓ મોટેરા અને યુવતીઓ વિવિધ અનેક વિશભૂષા સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા તો નાના ભૂલકાઓએ આર્મી, પોલીસ, શિવ, અને અન્ય વેશભૂષા ધારણ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા. સન રેસિડેન્સી ખાતે રહેતા તમામ લોકો એક્સહ મળી માં જગદંબા ના પર્વને ઉજવતા ગરબામાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જોશ અને ઉત્સાહપૂર્વક રહીશો ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. કોઈ ઘોઘાટ નહીં એક સંગીત એક લય અને એક લાઈન સાથે સહુનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાઓ ને પાછળ પાડી દેતા શેરી ગરબામાં આજેય પ્રાચીન સંસ્કૃતિ સાથે ગરબાની ઝલક જોવા મળે છે.