પીએમની દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ

ગાંધીનગર
સંજીવ રાજપૂત

પીએમની દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ

વડાપ્રધાનએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું ઝારસુગાડા, ઓડિશા ખાતેથી દેશ વ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જોડાયા હતા.

સિલ્વર જ્યુબિલી વર્ષમાં ભારત સંચાર નિગમ લિમિટેડ-BSNL દ્વારા વડાપ્રધાનશ્રીના આત્મ નિર્ભર ભારત વિઝનને પુષ્ટિ આપતાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ૧૪ હજાર કરતા વધુ સાઇટ્સ સહિત ૯૭,૫૦૦ નવી 4G સાઇટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં કાર્યરત થયેલા 4 હજાર 4G ટાવર માંથી 600 થી વધુ ટાવર અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત થવાના છે.આના પરિણામે રાજ્યના છેવાડા ના વિસ્તારોને પણ સ્વદેશી 4G કનેક્ટિવિટી મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે BSNL ની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ભઇ મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે.

‘ગર્વ સે કહો યે સ્વદેશી હૈ’ થીમ‌ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ITI લિમિટેડના CMD રાજેશ રાય, રિલાયન્સ જીયોના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, DST સચિવ પી. ભારતી, BSNLના અધિકારી ઓ – કર્મચારીશ્રીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત સહિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
ભારત સંચાર નિગમ લિમિટેડ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ૯ જિલ્લાના ગામોમાંથી પદાધિકારીઓ- હોદેદારો તેમજ BSNLના ઉચ્ચ અધિકારીઓ -કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ સીએમ