SCRIPT_DEEPAK JAGTAP
COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર.સજ્જ
કર્યુ આગોતરુ આયોજન
615 ઓક્સિજન બેડ, ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પુરતી માત્રામાં ઉપલબ્ધ
RT-PCR લેબોરેટરી અને દવા-સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી
રાજપીપલા,તા 27
રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઇને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે COVID-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાનાં તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઉભી કરવામાં આવતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે..રાજપીપલા સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડ સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ છે અને 25 ICU બેડ ઉપલબ્ધ છે. જેમાં GMERS મેડિકલ કોલેજમાં 354 બેડ (220 ઓક્સિજન, 25 ICU), સબ ડિસ્ટ્રિક્ હોસ્પિટલમાં 150 બેડ (117 ઓક્સિજન), કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ (110 ઓક્સિજન), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 બેડ (162 ઓક્સિજન) અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 બેડ (6 ઓક્સિજન) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આરોગ્યતંત્ર સજ્જ છે.
નોંધનીય છે કે, ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો 12 PSA પ્લાન્ટ 10, 12 ઓક્સિજન ટેંક, 822 જંબો સિલિન્ડર, 131 વેન્ટિલેટર, 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 4 HFNC મશીન, 3 માઇક્રો ઇન્ફ્યુઝન પમ્પ, 43 મલ્ટી પારા મોનિટર (પેડિયાટ્રિક + એડલ્ટ), 1 પોર્ટેબલ સક્શન મશીન, 2 ઇલેક્ટ્રિક સક્શન મશીન, 1 પોર્ટેબલ એક્સ-રે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે.
GMERS મેડિકલ કોલેજ રાજપીપલા, SDH ગરુડેશ્વર અને દેડિયાપાડા ખાતે RT-PCR લેબોરેટરીની ઉપલબ્ધતા તેમજ 2660 ટ્રિપલ લેવલ માસ્ક, 4898 N-95 માસ્ક, 9518 PPE કિટ, 2550 કેપ ઓસેલ્ટામિવિર 75 મી.ગ્રા., 1850 ઓસેલ્ટામિવિર 45 મી.ગ્રા., 2210 ઓસેલ્ટામિવિર 30 મી.ગ્રા., 46 ઓસેલ્ટામિવિર સીરપ, 500 VTM કિટ અને 300 એન્ટિજેન કિટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19 ની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈને સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર હોવાનું નર્મદા જિલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યું છે.
બાઈટ: ડૉ નયન ગોંડલીયા
એડિશનલ સુપ્રિટેન્ડન્ટ, જીએમઆર એસ, મેડિકલ કોલેજ,
સિવિલ હોસ્પિટલ, રાજપીપલા
રિપોર્ટ:દીપક જગતાપ, રાજપીપલા