*કુમકુમ મંદિર દ્વારા 40મા ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર દ્વારા 40મા ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી.*
-*આ પ્રસંગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો.*
-*કુમકુમના સંસ્થાપક શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૮૦ વર્ષ સાધુ જીવન જનસેવા માટે વ્યતિત કર્યું છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

તા. ૨૬ મેના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને ૪૦ વર્ષ પૂર્ણ થયા. તેથી આ પ્રસંગે
ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ ફુલોના શણગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૨૧ ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો હતો.

સૌ સંતો – સત્સંગીઓએ ધૂન, સામૂહીક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શ્રીજી વિજય સેવા સમિતિના યુવાન સભ્યોની સત્સંગ સભા યોજાઈ હતી.

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે*, સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ ત્યાગી સંત તરીકેની દીક્ષા શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને આપી હતી. મણિનગરનો પ્રારંભ કરતી વખતે બંને સાથે મળીને શુન્યમાંથી સર્જન કર્યું હતું.

જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મૂળજી બ્રહ્મચારીની જોડ તેમ આ ગુરુ શિષ્યની જોડી હતી.

૮૦ વર્ષ સાધુ જીવન જીવીને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની અનન્ય સેવા કરી છે.

અનેક વખત યુ.એસ.એ, કેનેડા, દુબઈ આદિ દેશોમાં પણ વિચરણ કર્યું છે.

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ યુરોપના લંડનમાં પણ મંદિરની સ્થાપ્ના કરી છે.

આમ,શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ૧૦૦ વર્ષ એટલે કે, જીવનપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના સિંદ્ધાંતો સચવાય અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર થાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮ .
– વોટ્સએપ- ૬૩૫૨૪૬૬૨૪૮