વિધાર્થીના લખાણનો રાજકીય લાભ ખાટતા નેતા

લ્યો કરો વાત!
નર્મદામાં ધોરણ 5 ના એક વિદ્યાર્થીએ મારો પ્રિય નેતા પૂછાયેલ નિબંધ માં ચૈતર વસાવા વિશે નિબંધ
લખી નાખ્યો?!

ચૈતર વસાવાએ એનો લાભ ઉઠાવી કોટ કરી સોસીયલ મીડિયામાં મૂકી દીધું!અન્યુ લખી દીધું કે, “ડેડીયાપાડાની જનતામાં એક જ નામ -ચૈતર વસાવા ”

વિધાર્થીના લખાણનો રાજકીય લાભ ખાટતા નેતા

વિદ્યાર્થીનું લખાણ વાળી ઉત્તરવહી આવી રીતે જાહેરમાં સોસીયલ મીડિયામાં કેવી રીતે ઉછાળી શકાય

સ્કૂલનું સિક્રેટ પેપર ધારાસભ્ય સુધી કોણે લીકેજ કર્યું?

રાજપીપલા, તા 18

નર્મદા જિલ્લામાં ધોરણ 5 ના હિન્દી ના પેપરમાં “મેરે પ્રિય નેતા” વિશે એક નિબંધ પુછાયો હતો. જેમાં એક વિદ્યાર્થીએ ધારાસભ્ય ચૈતર વસાવા વિશે પેપરમાં નિબંધ લખી નાખતા. પેપર તપાસનાર શિક્ષકે પણ આશ્ચર્ય અનુભવ્યું હતું
નર્મદામાં અને દેશભરમા અનેક નેતાઓ હોવા છતાં આ વિદ્યાર્થીએ મારો પ્રિય નેતા ચૈતર વસાવા વિશે લખી નાખ્યું હતું.ચૈતરભાઈએ અમારા ગામમા ઘર બનાવ્યાં છે એમ કહી ચૈતર વસાવાના વખાણ
ધોરણ 5 ના વિધાર્થીએ કરી નાખતા આ વિદ્યાર્થીનું લખાણ જોઈ ચૈતર ભાઈ તો ખુશ થઈ ગયા. અને ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ એનો લાભ ઉઠાવી કોટ કરી સોસીયલ મીડિયામાં મૂકી દીધું!અન્યુ લખી દીધું કે, “ડેડીયાપાડાની જનતામાં એક જ નામ -ચૈતર વસાવા “આ લખાણ સાથે વિદ્યાર્થીએ નિબંધ લખેલ ઉત્તરવહીસાથે ચૈતર વસાવાનો ફોટો મૂકી નીચે એવુ પણ લખાણ લખી નાખ્યું કે (એક જ ચાલે -ચૈતર વસાવા ચાલે )એવુ લખાણ લખીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે વિદ્યાર્થીની ઉત્તરવહી માત્ર શાળા કે વાલી સુધી સીમિત હોય છે કોઇ વિદ્યાર્થીનું લખાણ વાળી ઉત્તરવહી આવી રીતે જાહેરમાં સોસીયલ મીડિયામાં કેવી રીતે ઉછાળી શકાય? સ્કૂલનું સિક્રેટ પેપર ધારાસભ્ય સુધી કોણે લીકેજ કર્યું? અને કોઇ વિદ્યાર્થીના લખાણનો જાહેરમાં રાજકીય ઉપયોગ કેવી રીતે કરી શકાય? એ અંગે પણ અનેક તર્ક વીતર્કો વહેતા થયાં છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા