દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું હું ….
એક નાનકડું બીજ થઇ ને જમીનમાં રોપાવું છું ને પછી લીલાંદોસ્તછમ્મ ખેતર બનીને શોભાવું છું.. હિમાલયની પર્વતમાળાઓથી જળ નદીઓ નાં જુવાન બનીને સમુદ્રને મળવા ખળખળ વહું છું…
ઘટાદાર જંગલો માં પર્વતો ની વચ્ચે લીલાં વૃક્ષો થઇ ને ગુલમ્હોર, લીમડો, પીપળો, આંબો, એબધા નામે ઓળખાવું છું હું …
દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું હું …..
બળબળતા ઉનાળે સમુદ્ર અને નદીઓ માંથી બાષ્પીભવન સ્વરૂપે આકાશે જઈ વાદળાઓને મળીને ધરતી પર ચોમાસું થઈને ધોધમાર વરસું છું હું…
રંગબેરંગી રંગો થઈને મેઘધનુષ્ય નાં આકાશે દેખાવું છું હું…
વરસતા વરસાદ માં મોર બની થનગાટ થઇ નાચું છું હું…
કાળી કોયલ ને કાંઠેથી મધુર સુર બનીને ટહુકું છું હું…
દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું હું …
ઘટાદાર વૃક્ષો ને છાંયડે બાળકો ની રમતો માં ભરબપોરે દેખાવું છું હું…
ખેડૂતોનો આધાર બનીને ધોધમાર ભરચોમાસે ખેતરોમાં વાવણી પ્રસંગે વરસું છું હું..
કુદરતી કલાકાર ઈશ્વર ને હાથે પૃથ્વી તણાં કેનવાસ પર રંગબેરંગો થઈને ચિતરાવું છું હું..
દોસ્ત હું દંગ એટલે જ રંગ છું હું…
રોડ રસ્તા પરનાં વાહનો નાં ભૂંગળામાં થી ધુમાડઓ ને વશમાં કરું છું હું..
એરકંડીશન નાં મશીનો માંથી ઓકાતા તાપમાન ને અંકુશમાં લાવું છું હું…
કારખાનાઓ અને મિલોનાં ભૂંગળાઓ માંથી નીકળતા ધુમાડા નો દુશ્મન છું હું..
દોસ્ત તું રંગ છું એટલે જ હું દંગ છું હું….
એટલે તો પર્યાવરણ ની રક્ષા કરવા આજે વિશ્વભર માં world environment day છું હું…
દોસ્ત હું રંગ છું પણ ખૂબ દંગ છું.. એટલે તો આજે પર્યાવરણ ને સંગ છું હું …
કુલીન પટેલ ( જીવ )