પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જુના તૂટેલા જેકેટને સહારે!
નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટેજુના પુરાણાઅને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે!
કોઇની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઇનું બટન જ નથી બેલ્ટ બાંધ્યા વગર જ ગળામા જેકેટ પહેરાવી બોટમા બેસાડી દેવાય છે
ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ
વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી
હજી પોણાભાગની પરિક્રમા બાકી છે ત્યારે શું નવા જેકેટ આવશે ખરા? કે પછી જૂના ના ભરોશે જે નાવ હંકારાશે?!
રાજપીપલા, તા 2
પંચ કોષી ઉત્તરવાહિની પરિક્રમાનો આજે પાંચમો દિવસ છે. મોટી સંખ્યામા પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જુના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે!
નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટેજુના પુરાણાઅને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે!
કોઇની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઇનું બટન જ નથી બેલ્ટ બાંધ્યા વગર જ ગળામા જેકેટ પહેરાવી બોટમા બેસાડી દેવાય છે
ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ
વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે.
હાલ પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામા ભક્તો ઉમટી રહ્યાં છે. માંગરોળકીડી મકોડી ઘાટથી સામે પાર જવા માટે નાવડીઓ મુકવામા આવી છે. જેમા ભક્તો ને ફરજીયાત લાઈફ જેકેટ પહેરાવવામા આવે છે જે ભક્તોની સલામતી માટે ખૂબ સારી વાત છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ લાઈફ જેકેટ વર્ષોથી વપરાતા જુના અને ક્યાંય તૂટેલા છે. પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જુના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે!નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટેજુના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડાય છે. જેમાં કોઇની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઇનું બટન જ નથી!બેલ્ટ બાંધ્યા વગર જ ગળામા જેકેટ પહેરાવી બોટમા બેસાડી દેવાય છે!બેલ્ટ કેવી રીતે વ્યવસ્થિત બંધાય એની સૂચના પણ આપવામા આવતી નથી. ભક્તો જાતે જ અધ્ધર ગળામા લટકાવી દે છે ઘણા તો બેલ્ટ બાંધતા જ નથી? એની ચકાસણી પણ થતી નથી.
જોકે કેટલાક ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે.ત્યારે હજી પોણાભાગની પરિક્રમા બાકી છે ત્યારે શું નવા જેકેટ આવશે ખરા? કે પછી જૂના ના ભરોશે જે નાવ હંકારાશે?! ભક્તોએ એવી પણ માંગ કરી છે કે લાઈફ જેકેટ સુરક્ષા માટે યોગ્ય છે કે નહીં તેની તંત્ર દ્વારા ચકાસણી કરવી જોઈએ.
પરિક્રમા વાસીઓની ફરિયાદ
મળતા તંત્રને જાણ થતા નાવડી
ચાલકોને નવા અને ચોખ્ખા
લાઈફ જેકેટ વાપરવા માટે
સૂચન કરવામાં આવ્યું છે.
હવે એ જોવું રહ્યું કે નાવ ચાલકો નવા જેકેટ લાવે છે કે નહીં?
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા