નર્મદા પરિક્રમા માટે નર્મદા સ્નાન પર પ્રતિબંધ હોવા છતાં નર્મદામાં ડૂબકી લગાવતા અસંખ્ય ભક્તો
વહીવટી તંત્રએ સ્નાન માટે અલગ ફુવારા બાથરૂમની વ્યવસ્થા પણ કરી છે
માંગરોનો ભય હોવાથી પ્રતિબંધ સામે ભક્તોના મિશ્ર પ્રત્યાઘાતો
સેફટી માટે ફુવારા સુવિધા સારી પણ પુરાણોમાં નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી ડૂબકી તો મારવી જ પડે
આટલા વર્ષો માં ક્યારેય મગર હુમલાનો બનાવ બન્યો નથી
કિનારે છીછરા પાણીમાં નહાવા દેવું જોઈએ -ભક્તો
રાજપીપલા, તા 1
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે.મગરના ભયના કારણે એક તરફવહીવટી તંત્રએ નર્મદા સ્નાન પર પ્રતિબંધ લગાવી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારા લગાડવામાં આવ્યાં છે. તો બીજી તરફ શહેરાવ નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સ્નાન કરી રહ્યા છે અને તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલંઘન કરી રહ્યા છેત્યારે નર્મદા સ્નાન અંગે ભક્તોના મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે.
ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવહીની નર્મદા પરિક્રમા કરવા માટે તંત્ર દ્વારા ખૂબ અલગ અલગ પ્રકારની સુવિધા કરવામાં આવી રહી છે.આ વખતે નવું ખાસ એ છે કે નર્મદા નદીમાં મગર છે અને હાલમાં મગર ની બ્રીડિંગ પ્રક્રિયા હોવાના કારણે નર્મદા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર જાહેરનામુ બહાર પાડીને નર્મદા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અને નર્મદા સ્નાનમાં પ્રતિબંધનો ઠેર ઠેર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે..નર્મદા સ્નાનથી શ્રદ્ધાળુંઓ વંચિત ન રહી જાય તે માટે મહિલા અને પુરૂષો માટે અલગ બાથરૂમની વ્યવસ્થા કરી છે. જ્યાં નર્મદા નદીનું પાણી આવે છે અને ઉપર ફુવારા મૂકવામાંઆવ્યા છે. અને ફુવારા દ્વારા તેઓ સ્નાન કરી શકે છે.
24 કલાક નર્મદા પરિક્રમા ચાલુ છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને નર્મદા સ્નાન પર પ્રતિબંધ છે પરંતુ ઘણા લોકો નર્મદામાં સ્નાન કરી રહ્યા છે.
અને તંત્રના નર્મદા સ્નાનના નિયમની ધજજીયા ઉડાવતા લોકો જોવા મળ્યા હતા. અને નિર્દોષતાથી કહે છે કે રોકવામાં આવશે અમે નીકળી જઈશું.અને સાથે સાથે એવું પણ કહે છે કે પ્રતિબંધ છે પરંતુ મગર તો દૂર ઊંડા પાણીમાં જે છે એ દૂર છે તેવું લોકો કહી રહ્યા છે.
પરિક્રમા વાસીઓ કહે છે…વર્ષોથી ગ્રામજનો સ્નાન કરે છે ત્યારે અમે પણ સ્નાન કર્યું છે. નર્મદા સ્નાન વગર પરિક્રમાં અધૂરી કહેવાય, નર્મદામાં ડૂબકી તો મારવી જ પડે!
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા