કાચના મોતી અમે હીરા કરી માનીયે રે, અઢારે વરણમાં સાયબો બિરાજે. હાલ રે ફકીરી દેવંગી વિના બીજું કોણ જાણે..

અમરમાંની એક વાણી છે એમાં અમર માં કહે છે. કે

કાચના મોતી અમે હીરા કરી માનીયે રે,
અઢારે વરણમાં સાયબો બિરાજે.
હાલ રે ફકીરી દેવંગી વિના બીજું કોણ જાણે..

!! પરબ ધામના મહંત ગંગામાં..!!

સનાતન ધર્મના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રસ્થાન સમાન પરબની જગ્યામાં મહેર સમાજની દીકરી પરમ વંદનીય પૂજ્ય ગંગામાં એ મહંત પદે બિરાજીને અલખની આરાધના કરી હતી… કોટડા ગામના મોઢવાડીયા પરિવારની દીકરી પૂજ્ય ગંગા માં એ દાયકાઓ સુધી દિન દુખીયાઓ અને મૂંગા જીવની જઠરાગ્નિ ઠારવા જાતે જ ઘરે ઘરે ફરીને રામ રોટી ઉઘરાવી હતી.. પૂજ્ય ગંગામાની સમાધિ આજે પણ પરબધામમાં મોજુદ છે .. પૂજ્ય ગંગામાં ના પાવન ચરણોમાં મારા કોટી કોટી વંદન..

આ એક અનેરું ઉદાહરણ છે…

અમરમાંની એક વાણી છે એમાં અમર માં કહે છે. કે
કાચના મોતી અમે હીરા કરી માનીયે રે,
અઢારે વરણમાં સાયબો બિરાજે.
હાલ રે ફકીરી દેવંગી વિના બીજું કોણ જાણે..

કોઈ ને ખેતર વાડીયું કોઈ ને ગામ ગરાસ,
આકાશી રોજી ઉતરે પરબે નકળંગ દેવીદાસ.

ll સત દેવીદાસ અમર દેવીદાસ ll

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *