તાજેતરમાં જ 82 વર્ષની ઉંમરે પણ ખુબ જ લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘અનુપમા’ મા અભિનય કરતા દેખાયેલા પીઢ અભિનેતા ‘દિપક ઘીવાલા’
ગુજરાતી રંગભુમિ નાં સૌથી વયોવૃધ્ધ અભિનેતા છે. છેલ્લા પચાસેક વર્ષ થી અસંખ્ય નાટકો,ફિલ્મો,ગુજરાતી તેમજ હિંદી સિરયલોમાં પણ પોતાની અભિનય કળા થી.અને નાટકો નાં દિગ્દર્શન તેમજ ડાયરેક્શન થી પણ પ્રસિધ્ધ થયેલા આ વરિષ્ઠ અભિનેતા જાણીતી અભિનેત્રી ‘રાગીણી શાહ’ નાં પતિ છે.
જો કે ગણીગાંઠી ગુજરાતી ફિલ્મોમાં ચમકેલા દિપક ઘીવાલા ની સિનેમા માં હંમેશા સોફ્ટ વ્યક્તિત્વ ઘરાવતી ભુમિકાઓ રહેતી.
એટલે એમને ગુજરાતી સિનેમાનાં શશીકપુર પણ કહેવાતા.
ફિલ્મ ‘પારકી થાપણ’ માં સ્નેહલતા નાં પતિ ની એની ભુમિકા યાદગાર રહી છે.