પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બન્યો

નર્મદા ગરુડેશ્વરનો
વિયર ડેમ ઓવરફ્લો થયો

ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા.

પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બન્યો

(દીપક જગતાપ )
રાજપીપલા, તા 24

એક તરફ નર્મદા ડેમના 9 ગેટ ખોલી નર્મદામાં નર્મદા ડેમ માંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુંછે ત્યારે બીજી ગરુડેશ્વરખાતે નો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે.વિયર ડેમ ઓવરફ્લોના આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે.

આ પણ વાંચો: *લંડનના રીચમન્ડ ખાતે કુમકુમ મંદિર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…*

ગરુડેશ્વર વિયર ડેમના સુંદર
દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. .
10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી – 135.03 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
સ્ટેચ્યું ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે.

રિપોર્ટ :દીપક જગતાપ, નર્મદા

0 thoughts on “પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બન્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *