ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ માં પાણીની આવક વધી
નર્મદાડેમના 9 દરવાજા ખોલી ને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
નર્મદા ડેમ માં પાણી ની આવક 117257 ક્યુસેક થઈ છે
ડેમ ના 9 દરવાજા માંથી 50,000 ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવી રહ્યું છે
નર્મદા ડેમ માંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
રાજપીપલા, તા 24
આ પણ વાંચો: *પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બન્યો*
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે પાણીની આવક વધીર હી છે.
જેને કારણે અત્યાર સુધી 5 દરવાજા ખોલાયા હતા તેની જગ્યાએ હવે આવક વધતા બીજા 4 દરવાજા ખોલી
હવે કુલ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ નર્મદાડેમમાં પાણી ની આવક 1,17,257 ક્યુસેક થઈ છે. જયારે નર્મદાડેમની જળ સપાટી 135.03 મીટર એ સ્થિરથઈ છે
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની જળસપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યા થી નર્મદા ડેમ ના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.હાલ 9 દરવાજામાંથી જળરાશિ વહી રહી છે.
ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
જયારે આર. બી. પી. એચ (રિવર બેડ પાવર હાઉસ )માંથી 43614 અને સી. એચ. પી.એચ. ( કેનાલ હેડ પાવર હાઉસ )માંથી 23370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
હાલ નર્મદાડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુંછે. જેને કારણે
નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા,ભરૂચ અને વડોદરા ના નર્મદા નદી કાંઠા વિસ્તાર ના લોકો ને સાવધ કરાયાછે.
તસવીર :દીપક જગતાપ, નર્મદા